દરેક વ્યકિતને મોટા પદની ઝંખના હોય છે. તે એવું ઇચ્છતી હોય છે કે તેને તેની લાયકાત મુજબ તેના
કાર્યક્ષેત્ર જોગ મોટું પદ મળે. આ માટે તમારો પહેરવેશ, તમારા વાળની સ્ટાઇલ, તમારાં જૂતાંની ચમક તથા
તમારી ચાલ ઊપર ખાસ ધ્યાન આપો. તમારા દાંત સફેદ ઝગમગતા રાખો. તમારા મામાથી વાસ ન આવે તેનું
ખાસ ધ્યાન રાખો. તો તમે અર્ધું જગ જીતી ગયા સમજો. તમે તમને મળનારી દરેક વ્યકિતનું નામ યાદ રાખો.
તેને તેના નામથી જ બોલાવો. તમારા આ વર્તનથી સામેવાળી વ્યકિત ભારે ઇમ્પ્રેસ થશે. તેને તમારા પ્રત્યે
આત્મીય ભાવ પ્રગટશે. સામે વાળી વ્યકિત નાની હોય કે મોટી તેને આદરથી બોલાવો. તેને માન-સન્માન
આપો.
જયારે તમે કોઇનો મળો ત્યારે સંપૂર્ણ આત્મીયતાથી મળો. શકય હોય તો તેને ભેટો અથવા ગળે મળો.
દુનિયામાં સફળતા મેળવવા માટે આ એક મહત્ત્વનું પગલું છે. જો આપણે બીજાનાં સુખઃદુખમાં સહભાગી
બનીશું તો તે આપણું જ ભલું કર્યા બરાબર લેખાશે. આ સમયે તમને પણ સંપૂર્ણ પ્રેમ તથા સહયોગ મળશે જ.
બીજાની સાથે વાત કરતી વખતે સમજી-વિચારીને માપી-તોલીને પ્રભાવશાળી અને યોગ્ય શબ્દની પસંદગી
કરીને જ વાત કરો. પ્રભાવશાળી વાત કરવી એ તમારા સારા વ્યકિતત્વને પ્રતિબંબિત કરે છે.
તમારી વાતચીતમાં શાલિનતા, સૌજન્ય તથા શીતળતા જાળવો જો તમારે સુખી બનવું હોય તો બીજાને સુખ
શાંતિ આપો. ભૂલથી પણ બીજા સાથે એવો વ્યવહાર ન કરો જે તમને પસંદ ન હોય. તમારો ઊત્સાહ અને
આત્મવિશ્વાસ તમારા જીવનપથને સરળ બનાવશે.
સારું બોલવું તે ઊત્તમ કળા છે. બીજાની વાત ધ્યાનથી સાંભળો તેમને પણ બોલવાની તક આપો. અહંકારી
ન બનો. બીજાની ઇર્ષ્યા ન કરશો. જો કોઇ તમારી જ સમકરી વ્યકિત ભલે પછી તે જુનિયર હોય અને તેને
તમારાથી આગળ વધવાની તક મળતાં તે તમારો ઊપરી બને તો પણ તેની તમે ઇર્ષ્યા ન કરો. ઇર્ષ્યા એ ડાકણ
જેવી છે. તે તમને તથા તમારા આનંદને ખાઇ જાય છે. બીજાને સુખી કરવાની ભાવના રાખવાથી તમે પણ
સુખી અવશ્ય બનશો.