મેથી

મેથી

મેથીથી આપણે સૌ સારી રીતે પરિચિત છીએ. તેના ગુણોથી આપણે માહિતગાર છીએ. મેથી વાતરોગના ઇલાજ તરીકે ખૂબ જ જાણીતી છે. કોઇ પણ સાંધાની તકલીફ થાય ત્‍યારે આપણને મેથીની અચૂક યાદ આવે છે. સેંકડો વરસથી તેને મળેલી ખ્‍યાતી આજે પણ જરાય ઓછી થઇ નથી. એવું કહેવાય છે કે એક વખત સંધિવાતની તકલીફ થાય પછી તેમાંથી છૂટી શકાતું નથી, પરંતુ સાવ એવું નથી. જો ઇલાજ ચીવટપૂર્વક કરવામાં આવે અને તે લાગુ પડી જાય તો આ તકલીફમાંથી છુટકારો મળી શકે છે.મેથી દાણા એનીમિયા એટલે કે લોહીની ઉણપના દર્દીઓ માટે બહુ ફાયદાકારક હોય છે. આ સાથે મેથી દાણા અણમોલ ઔષધીય ગુણોથી સભર હોય છે.  તે કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસના રોગીઓ માટે અમૃત સમાન માનવામાં આવે છે. શિયાળાની ઋતુમાં મેથીનો વધારે ઉપયોગ કરવો.
ગુણધર્મ :
મેથી તીખી, ઉષ્‍ણ, વાતનાશક, પિત્તવર્ધક, દીપન, લઘુ, રસકાળે કડવી, રુક્ષ, મલાવષ્‍ટંભક, હ્રદ્ય અને બલ્‍ય છે. તે જવર, અરુચિ, ઊલટી, ઉધરસ, વાયુ, કફ, અર્શ, કૃમિ તથા ક્ષય મટાડે છે.
ઉપયોગ :
(૧) ગરમીમાં લૂ લાગે ત્યારે મેથીની સૂકવેલી ભાજીને ઠંડાં પાણીમાં પલાળીને રાખવી. સારી રીતે પલળી જાય ત્યારે મસળીને, ગાળીને તે પાણી પીવાથી લાભ થાય છે.

(૨)ડાયાબીટીસમાં મેથીનો તાજો ઉકાળો ચારથી પાંચ ચમચી જેટલો જમતાં પહેલાં રોજ બપોરે અને રાત્રે લેવો જોઈએ.

(૩) ડાયાબિટીસથી બચવા માટે દરરોજ સવારે એક નાની ચમચી મેથી દાણાનું પાવડર પાણી સાથે લેવું. એક ચમચી મેથી દાણા એક કપ પાણીમાં આખી રાત પલાળી સવારે ગાળી તે પાણી પીવાથી ડાયાબિટિસના દર્દીઓને આરામ મળે છે.

(૪)ડાયાબિટીસમાં પેશાબ સાથે જતી સાકર (ગ્લુકોઝ)નું પ્રમાણ ઘટાડવાનો મેથીમાં (કડવી હોવાથી) ખાસ ગુણ રહેલો છે. ડાયાબિટીસના દર્દીએ બે ચમચી મેથી રોજ રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે ખૂબ મસળીને, ગાળી લઈ એકાદ મહિના સુધી એ ગાળેલું પાણી રોજ સવારે પીવું. આ ઉપચારથી મૂત્રમાં જતી સાકરનું પ્રમાણ ઓછું થાય છે. ડાયાબિટીસના રોગીએ આ સરળ અને સાદો ઉપચાર ધીરજ રાખી કરવા જેવો છે.
(૫) આમની તકલીફ ઉપર : મેથી અને સૂંઠનું અર્ધી ચમચી ચૂર્ણ ગોળ સાથે મેળવી સવારે અને રાતે લેવું.
(૬) હાઈ બ્લડપ્રેશરમાં ૫-૫ ગ્રામ મેથી અને સોયાના દાણા પીસીને સવાર-સાંજ પાણી સાથે લેવું ફાયદાકારક હોય છે. આદુવાળી મેથીનું શાક ખાવાથી લો બ્લડપ્રેશરમાં ફાયદો થાય છે.

(૭) મેથી પેટની તકલીફોનું ઉત્તમ ઔષધ છે. વાયુ, મોળ, ઊબકા, આફરો, ખાટા ઘચરકા, વધારે પડતા ઓડકાર, પેટમાં ઝીણી ચૂંક, બંધાયા વગરનો પાતળો ઝાડો એ બધા ઉપદ્રવમાં આ સરળ ઘરગથ્થુ ઉપચાર કરવો. બે ચમચી મેથી અને બે ચમચી સુવા એ બંને અધકચરા શેકીને ચૂર્ણ કરી લેવું. સવાર-સાંજ એક-એક ચમચી જેટલું આ ચૂર્ણ ફાકી, ચાવીને પેટમાં ઉતારી જવું. ઉપર્યુક્ત બધી તકલીફોમાં ફાયદો થશે.

(૮) ડાયાબિટીસ, સાંધાનો વા, પક્ષાઘાત-લકવા, રાંઝણ-સાઈટીકા, કટીશુળ, પગની પાનીનો દુખાવો હોય તો મેથીની ભાજી એકલી કે મીશ્ર શાકમાં દરરોજ ખાવી જોઈએ. મેથીના દાણા અને દાણાનું બારીક ચુર્ણ પણ એટલું જ ગુણકારી છે. લીલાં પાંદડાંવાળી ભાજી રોજ એક વખત તો ખાવી જ જોઈએ. પાંદડાંમાં સુર્યનું તેજ ભરેલું છે.
(૯) વાયુ, મોળ, આફરો, ઊબકા, ખાટા ઓડકાર મટે; મેથી અને સુવાનું સેકેલું ચૂર્ણ પાણી સાથે લેવાથી પણ ફાયદો થાય છે.
(૧૦) લોહી સુધારવા માટે દરરોજ સવારે નરણે કોઠે એક નાની ચમચી (કાપેલી લેવલ) મેથી અન્‍ય ભાજીઓના રસ સાથે લેવી.
(૧૧) ગર્ભાશયનું વ્‍યવસ્થિત સંકોચન થાય તે માટે એક નાની ચમચી મેથી, અજમો અને જીરાનું ચૂર્ણ પાણી સાથે લેવું.
(૧૨) સંધિવાતથી ઝલાયેલા શરીર માટે એક નાની ચમચી મેથી અને સૂંઠનું ચૂર્ણ લેવું.
(૧૩)મેથીનો એક ચમચી ભુકો પાણીમાં ઉકાળી સવાર-સાંજ પીવાથી પગની પાની, એડી, ગોઠણ, કમર કે સાંધાનો દુ:ખાવો, મંદ જ્વર, અરુચી, મંદાગ્ની, પેટનો વાયુ, ડાયાબીટીસ અને કબજીયાત મટે છે.
(૧૪) સાઈટિકા અને પીઠના દુખાવામાં એક ગ્રામ મેથી દાણાનું પાવડર અને સુંઠનું પાવડર નવશેકા પાણી સાથે દિવસમાં બે-ત્રણવાર લેવું ફાયદાકારક હોય છે અને દુખાવામાં રાહત મળે છે.

(૧૫) મેથીને ઘીમાં સેકીને એનો લોટ બનાવવો. પછી એના લાડુ બનાવી રોજ એક લાડુ ખાવો. આઠ-દસ દિવસમાં જ વાયુને કારણે થતી હાથ-પગની પીડામાં લાભ થશે.

(૧૬) કમરનો જુનો દુ:ખાવો કે વાયુના જુના રોગોમાં સમાન ભાગે મેથી અને ગોળની સોપારી જેવડી લાડુડી બનાવી સવાર-સાંજ દોઢથી બે મહીના ખાવાથી લાભ થાય છે.

(૧૭) સાઈટિકા અને પીઠના દુખાવામાં એક ગ્રામ મેથી દાણાનું પાવડર અને સુંઠનું પાવડર નવશેકા પાણી સાથે દિવસમાં બે-ત્રણવાર લેવું ફાયદાકારક હોય છે અને દુખાવામાં રાહત મળે છે.
(૧૮) કમરનો જુનો દુ:ખાવો કે વાયુના જુના રોગોમાં સમાન ભાગે મેથી અને ગોળની સોપારી જેવડી લાડુડી બનાવી સવાર-સાંજ દોઢથી બે મહીના ખાવાથી લાભ થાય છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors