ચોમાસામાં અમૂલ્‍ય વસ્‍તુની જાળવણી કેવી રીતે કરવી

ચોમાસામાં અમૂલ્‍ય વસ્‍તુની જાળવણી

– સેલ ફોનઃ
આજના ગ્‍લોબેલાઈઝેશનના સમયમાં સેલફોન ખૂબ જ ઉપયોગી છે. જો સેલફોન વરસાદના પાણીમાં પલળે તો તે બગડી જવાનો ભય રહે છે, માટે વર્ષાઋતુમાં સેલફોનને પ્‍લાસ્ટિક બેગમાં પેક કરીને રાખવો જેથી તે ભીનો ન થાય. કયારેક બેદરકારીને કારણે મોબાઈલની એલ. સી.ડી. સ્‍ક્રીનમાં પાણી જતું રહે તો મોબાઈલ ખોલીને તેને સુકાવા મુકી દેવો.

-લેધરબેગઃ
વરસાદી વાતાવરણમાં બને ત્‍યાં સુધી લેધર બેગનો ઉપયોગ ન કરવો જો કયારેક જરૂરી હોય અને તમારે લેધર બેગ લઈને બહાર જવું પડે તો બેગની બહારની તરફ વોટમપ્રુફ સોલ્‍યુશન લગાવી દેવું તેનાથી તમારી લેધર બેગ સુરક્ષિ‍ત રહેશે.

– સેન્‍ડલઃ
ચોમાસામાં ચામડાના પગરખા ન પહેરવા ચામડાની મોજડી કે બુટ હોય તો તેમાં પસ્‍તીના કાગળો ભરાવી સુકી જગ્‍યામાં સાચવીને મુકી દેવા. આ સીઝનમાં રબરના રંગબેરંગી ચંપલ પહેરવા વધુ હિતાવહ છે.

-કોન્‍ટેક લેન્‍સઃ
આંખોમાં વરસાદનું પાણી જવાથી સોફટ લેન્‍સ પણ હાર્ડ બની જાય છે. માટે વરસાદ પડતો હોય ત્‍યારે લેન્‍સને પેક કરીને રાખવા અને ચશ્‍માનો ઉપયોગ કરવો.

-ફોલ્‍ડર, ફાઈલ્‍સ અને બેંક ડોકયુમેન્‍ટસઃ
મહત્‍વના ડોકયુમેન્‍ટસ તેમજ કાગળો, ફાઈલો વોટરપ્રુફ બેગમાં રાખવા જેથી વરસાદમાં પલળે નહીં. આ ઉપરાંત લખવા માટે શાહી કે જેલ પેનનો ઉપયોગ ન કરવો. આ પેનથી લખેલા લખાણ પર પાણીના ટીપા પડવાથી અક્ષરો રેલાઈ જાય છે. બોલપેનનો ઉપયોગ કરવો.
-લેપટોપઃ
વરસાદી વાતાવરણમાં લેપટોપ લઈ જવું પડે તો વોટરપ્રુફ બેગમાં પેક કરીને રાખવું. આ ઉપરાંત મહતવપૂર્ણ ડેટાને ફલેશડ્રાઈવમાં રાખવો. જરૂર પડે ત્‍યારે જ એકસેસ કરવો.

પહેલી નજરે સાવ સામાન્‍ય લાગતી પરંતુ ઘણી મહત્‍વની આ વાતને ગાંઠે બાંધી રાખો જેથી તમારી ફેવરીટ ચીજ- વસ્‍તુઓને લાંબા સમય સુધી તમે સારી રીતે ઉપયોગમાં લઈ શકો.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors