સામગ્રી :
ઘઉંનો લોટ,
મીઠું : જરૂરી પ્રમાણ,
લીલાં મરચાં : ૨ ઝીણાં સમારેલાં,
લાલ મરચું : ૧ ચમચી,
ઘી : ૨ મોટા ચમચા,
ફુલાવર : ૨ નાના,
કોથમીર : ૨ ચમચા ઝીણી સમારેલી,
ધાણાજીરું : વાટેલું ચમચી.
રીતઃ
ફુલાવરને એકદમ ઝીણું સમારી તેમાં ૧ ચમચી મીઠું નાખી બરાબર ભેળવી ૧૫ મિનિટ સુધી રહેવા દેવું પછી ફુલાવરને હાથથી બરાબર દબાવી તેનું પાણી કાઢી બીજા વાસણમાં લેવું. પછી તેમાં લાલ મરચાં, મીઠું, લીલાં મરચાં, કોથમીર, ધાણાજીરું નાખી મિક્સ કરી લો. હવે લોટને ચાળી તેમાં ૨ ચમચા ઘીનું મોણ, ૧/૨ ચમચી મીઠું નાખી પાણીથી સાધારણ નરમ લોટ બાંધવો. પછી તેના સરખા ભાગ કરી પરોઠા માટેના લોયા કરવા. પછી એક લોયો લઈ થોડો મોટો વણી તેની વચ્ચે ૧ ચમચો ફુલાવર મૂકી રોટલીને વાળી ફરીથી ગરમ તવી ઉપર ઘી નાખી બન્ને બાજુ સાંતળી લાલ કરી ગરમ ગરમ ખાવાના ઉપયોગમાં લેવી.