સામગ્રી :
૧/૨ વાટકી રવો,
૧/૨ વાટકી મેંદો,
૧૦૦ ગ્રામ લીલા બાફેલા વટાણા,
૧ ચમચી મીઠું,
૧ ચમચી ગરમમસાલો,
૧ ચમચી ધાણાજીરું,
૧ વાટકી ઘી તળવા માટે,
૧/૨ વાટકી ઘી મોણ માટે,
૨ ટીપાં ખાવાનો લાલ રંગ.
રીત :
રવા તથા મેંદાને ચાળીને તેમાં મોણ નાખો. ૧/૨ ચમચી મીઠું તથા રંગ નાખી નવશેકા પાણીથી ઢીલો લોટ બાંધો. તેના પ્રમાણસર લૂઆ બનાવી કચોરીની માફક લૂઆને હાથ પર મૂકી, થોડા પહોળા કરો. બાફેલા વટાણાને હાથથી થોડા મસળી, તેમાં બધો મસાલો નાખી, લગભગ ૧/૨ ચમચી આ તૈયાર મિશ્રણને લૂઆમાં ભરો. પછી તેને બંધ કરી હાથથી ખસ્તાંનો આકાર આપો. તેને કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ધીમી આંચ પર સોનેરી થાય ત્યાંસુધી તળો. હવે વટાણાનાં ખસ્તાં તૈયાર થઈ ગયા.