સામગ્રી:
બટાકા – ૫૦૦ ગ્રામ,
સાબુદાણા – ૫૦૦ ગ્રામ,
આદું અને મરચાં – ૫૦ ગ્રામ,
કાળાં મરી – સ્વાદ પ્રમાણે,
તેલ – તળવા માટે,
મરચું, સિંધવ મીઠું – સ્વાદ અનુસાર,
શિંગોડાનો લોટ – જરૂર પડે તો
રીત :
સૌ પ્રથમ બટાકા બાફીને છોલી નાખો, પછી તેને છૂંદી નાખો.
સાબુદાણાને પલાળીને થોડી વાર રહેવા દો. સાબુદાણા સોફટ થઈ જાય પછી તેને બટાકાના છૂંદામાં ભેળવી દો.
હવે તેમાં સિંધવ, લાલ મરચું, કાળાં મરી અને આદું-મરચાંની પેસ્ટ નાખી સારી રીતે ગૂંદી લો.
જો બટાકા અને સાબુદાણા બહુ ચીકણા થઈ ગયા હોય તો થોડો શિંગોડાનો લોટ નાખો.
ત્યારબાદ તેના નાના નાના ગોળા બનાવો અને થોડા દબાવીને ટિક્કી બનાવી દો.
તવા ઉપર થોડું તેલ ગરમ કરી આ ટીક્કી મૂકી તળી લો.તળતી વખતે તવા ઉપર અડધી ચમચી તેલ નાખવું.
તેની ઉપર પાણીના છાંટા નાખવા જેથી તેલ આખા તવા પર ફેલાઈ જશે.
આમ, ઓછા તેલમાં ટિક્કી બનાવી શકાશે. દહીં સાથે આ ટિક્કી ઘણી સ્વાદિષ્ટ લાગશે.