સામાન્ય સંજોગોમાં પણ આપણે બાળકોની ટીકા કરતાં હોઇએ છીએ. જેમ કે, તે જિદ્દી છે, તેને માત્ર રમવું જ ગમે છે, ભણવું ગમતું નથી વગેરે.
તમારી ટીકાને બાળકો ગંભીરતાપૂર્વક લે છે. તેઓ તેમના વર્તન માટે ચોક્કસ મંતવ્યોા ધરાવતાં હોય છે.
વધુ પડતી ટીકા બાળકોને જિદ્દી બનાવશે. ટીકાથી તેઓ ટેવાઇ જશે અને તેમના વર્તનમાં કોઇ નોંધપાત્ર ફેરફાર નહીં થાય.
ટીકા કરવાથી ‘આપણાં બાળકો સારા નાગરિક બને’ એવું આપણું ધ્યે ય પરિપૂર્ણ થશે નહીં.
તમે પણ કયારેક કોઇ વિપરીત પરિસ્થિતિમાં મુકાશો અને બાંધછોડ કરવાનો સમય આવશે ત્યાસરે તેઓ કહેશે કે તમે જિદ્દી છો.
માતા – પિતા બાળકોને ઘણીવાર ‘મૂર્ખ’ કહી દે છે. આનાથી બાળકો ધીરેધીરે પોતાની જાતને મુર્ખ માનવા લાગે છે. પછી તે ઉત્સામહપૂર્વક કામ કરવાનું ટાળે છે. અને પ્રયત્નો� કરવાને બદલે નિરુત્સાહી બની કામ કયારે પૂરું થાય તેની રાહ જુએ છે.
કદાચ તેઓ કસોટીઓમાં બેસવાનું પણ ટાળશે. બાળકનો આત્મ વિશ્ર્વાસ ઘટવા લાગશે. કયારેક પડકારરૂપ કામ કરવાનાં હશે તો પીછેહઠ કરતાં જણાશે.
દિવસ દરમિયાન માતા – પિતા સાથે થતી ચર્ચાઓ અને વાર્તાલાપ બાળકોનાં જીવન અને ચારિત્ર્યઘડતરમાં અગત્યનો ભાગ ભજવે છે.
એક બાળક બીજા બાળકથી જુદું પડે છે. તેનામાં અજાણપણે આકાર લેતી સંકુચિત મનોવૃતિ, સ્વાીર્થ વગેરેને સમજી તેના વર્તાવમાં સુધારો લાવવાની કોશિશ કરો અને તેને સાચું માર્ગદર્શન પૂરું પાડો. ખરેખર તો સીધા સરળ શબ્દો માં સમજાવવું વધુ હિતકર છે.
બાળકોને કાર્યરત રાખવા, કાર્યશીલ બનાવવા અને તેમની કલાત્મરક અભિરૂચિ કેળવવા માટે આવશયક સાધનસામગ્રી તમારે પૂરી પાડવી જ જોઇએ. ભલે તે મોંઘી હોય, પણ જરૂરી છે.
બાળકને પણ સ્વમાન હોય છે. તેમના મિત્રો સામે કે સમૂહમાં તેની ટીકા ક્યારેય ન કરો. તેમ કરવાથી બાળકનો વિકાસ રૂંધાય જશે.