રસાયન ઔષધિ – શીમળો / મોચરસ
પરિચય :
સૌરાષ્ટ્ર – ગુજરાતમાં શીમળો કે શેમળા (શાલ્મલી, સમેર, સેમલા, મોચરસ)ના ઝાડ ૧૫ થી ૩૦ ફૂટ ઊંચા અને મોટા દીર્ઘાયુષી થાય છે. આ ઝાડના થડ ડાળીઓ પર બેઠી પડઘીવાળા મજબૂત કાંટાઓ આવેલ હોય છે. ઝાડનાં પાન ૫-૬ના ઝુમખામાં આવે છે. તે પાન ૪ થી ૧૨ ઈંચ લાંબા અને ૧ થી ૪ ઈંચ પહોળા હોય છે. પાન શીતકાળમાં ખરી પડે છે. તે પછી તેની ઉપર સુંદર સફેદ કે લાલરંગના, મોટાં મોટાં ફૂલ આવે છે. તેની પાંખડીઓ મોટી હોય છે. તેમાં ૫૦ થી ૮૦ કે ૧૦૦ જેટલા પુંકેસર હોય છે. ઝાડ પર આકડાના ફળ જેવા દેખાવ અને કદમાં ૬ થી ૭ ઈંચ લાંબા, પાંચ કોઠાવાળા ફળ આવે છે. વૈશાખમાં ફળ સૂકાઈને સ્વંય ફાટે છે, ત્યારે તેમાંથી ખૂબ સુંવાળું – સુંદર રૂ નીકળીને ચારે તરફ હવામાં ઊડે છે. શ્રીમંતો તે રૂનાં ગાદી-તકીયા ભરે છે. ફળમાં કાળા રંગના બી નીકળે છે. બીમાંથી તેલ પ્રાપ્ત કરાય છે. આ ઝાડનો ગુંદર ‘મોચરસ‘ કહેવાય છે. જે વજનમાં હળવો, લાલ રંગનો અને જલ્દી ટુકડા થઈ જાય તેવો હોય છે. ઝાડનું લાકડું ખૂબ ચીકણું હોઈ, તેની હોડીઓ બને છે.
ગુણધર્મો :
શીમળો મધુર, તૂરો; ચીકણો, વૃષ્ય, ગ્રાહી; વાત-પિત્તનાશક; હળવો, બળવર્ધક, સ્નિગ્ધ, વીર્યવર્ધક, રસાયન અને ધાતુવર્ધક છે. તે પિત્ત, રક્તદોષ, ઝાડા, મરડો, દાહ, રક્તપિત્ત (રક્તસ્ત્રાવ), વ્યંગ (ચહેરાનાં કાળા ડાઘ) તથા વીર્યની અલ્પતા મટાડે છે. તેની છાલ ગ્રાહી, તૂરી અને કફનાશક છે. એનાં ફૂલ સ્વાદુ, કડવાં, શીતળ, ભારી, રૂક્ષ, વાયડા તથા ગ્રાહી (સંકોચક) છે. તે કફ, પિત્ત અને રક્તદોષનાશક છે. ઝાડનો ગુંદ–મોચરસ મીઠો–તૂરો, રસાયન અને વાયુ, ઝાડા, આમપિત્ત, સ્વપ્નદોષ તથા દાહનાશક છે.
ઔષધિ પ્રયોગ :
(૧) લોહીવા-રક્તપ્રદર : શીમળાની છાલ, કાંટા કે મોચરસનું ચૂર્ણ સાકરવાળા દૂધમાં સવાર-સાંજ લેવું.
(૨) મૂત્રાલ્પતા – મૂત્રકષ્ટ : શીમળાની છાલનું ચૂર્ણ સાકર સાથે લેવું.
(૩) ધાતુપુષ્ટિ માટે : મોચરસનું ૫ ગ્રામ ચૂર્ણ સાકરવાળા દૂધમાં રોજ બે વાર પીવું.
(૪) વીર્યસ્ત્રાવ –સ્વપ્નદોષ : ધોળા ફૂલના શીમળાનાં નાના કંદ (ફળ)નું ચૂર્ણ કરી ઘી અને સાકરમાં લેવું. અથવા મોચરસ, શતાવરી અને ગોખરૂનું ચૂર્ણ ખાંડવાળા દૂધમાં રોજ ૫-૫ ગ્રામ લેવું.
(૫) પેશાબ સાથે ધાતુ જવી-પ્રમેહ : શીમળાની છાલના ચૂર્ણમાં આઠમા ભાગે જીરાનું ચૂર્ણ મેળવી ઘી અને સાકર કે દૂધમાં લેવું.
(૬) હ્રદયરોગ : શીમળાની છાલ દૂધમાં બાફી લઈ, સૂકવીને તેનું ચૂર્ણ કરી મધ કે દૂધ સાથે (૫ ગ્રામ જેટલું) ૬-૧૨ માસ ખાવાથી ઉત્તમ રસાયન, શક્તિ વર્ધક દીર્ઘજીવનપ્રદ બને છે.
(૭) જખમ-વ્રણ રૂઝવવા : શીમળાની છાલનો લેપ કરવો.
(૮) રક્તપિત્ત (નાક-મુખ-ગુદા-ઈંદ્રીયમાંથી રક્તસ્ત્રાવ) : શીમળાનાં સૂકાં ફૂલનું ચૂર્ણ ૩ થી ૫ ગ્રામ જેટલું ઘી અને સાકર કે દૂધમાં રોજ ર વાર લેવું.
(૯) અગ્નિથી દાઝવું : શીમળાનાં ફળનું રૂ બાળીને દાઝવાના જખમ પર દબાવી દેવું.
(૧૦) ચહેરાના ખીલ : શીમળાના કાંટા, માયાફળ અને ધાણાના ચૂર્ણને દૂધ કે પાણીમાં વાટી રોજ ખીલ પર લેપ કરવો.
(૧૧) બરોળના વધવા પર : શીમળાનાં ફૂલ ૫ નંગ સાંજે પાણીમાં બાફી, રાત રાખી મૂકી, તે ફૂલ થોડી રાઈ સાથે રોજ સવારે ખાઈ જવા.
(૧૨) રસાયન તથા વાજીકરણ માટે : શીમળાના મૂળમાં કાપો મૂકતાં, તેમાંથી જે રસ ઝરે તે રીઢા વાસણમાં ઝીલી લેવો. આ તાજો રસ કે તેને સૂકવીને (કે મોચરસ) તેનું ચૂર્ણ બનાવી