સંતરા વિટામીન એ, બી, સી અને કેલ્શિયમથી સમૃધ્ધ ફળ છે. આની અંદર સોડિયમ, પોટેશિયમ, મૈગ્નેશિયમ, કોપર, સલ્ફર અને લોરીન જેવા તત્વો મળી રહે છે. લીંબુના વંશના ફળ સંતરા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ માનવામાં આવે છે. સંતરાના ઉપર રેસા હોય છે જે છાલ દ્વારા ઢાંકેલા રહે છે તેની અંદર સૌથી વધારે કેલ્શિયમ હોય છે. તેથી સંતરાનું તેના રેસાની સાથે જ સેવન કરવું વધારે ઉપયોગી રહે છે. સંતરાની અંદર પાણીની માત્રા ૮૭ ટકા, શર્કરા ૧૧ ટકા, તેમજ વસા અને પ્રોટીન પણ હોય છે. આનાથી વધારે સંતરામાં સોડિયમ, લૌહ, તામ્બુ, ફોસ્ફરસ, મૈગ્નેશીયમ, પોટેશિયમ, સલ્ફર તેમજ ક્લોરીન હોય છે. આ ખનિજોના ભંડારને લીધે જ સંતરા શરીરના લોહીને ક્ષારમય બનાવે છે અને શરીરના વિકારોને બહાર કાઢે છે.
સંતરાની એક ખાસીયત એ પણ છે કે તે ભોજન પચાવવામમાં પણ ઉપયોગી છે. કેમકે આની અંદર રહેલ સ્ટાર્ચ સૂરજની કિરણોથી મળીને પ્રતિક્રિયા કરીને ખુબ જ ઝડપથી ખાંડમાં રૂપાંતર થઈ જાય છે. સંતરાનું સેવન કરતાં શરીરને સ્ફૂર્તિ અને શક્તિ મળે છે. નિયમિત રીતે સંતરાને ખાવાથી ઋતુને લીધે થનાર શરદી, તવા અને રક્તસ્ત્રાવથી બચી શકાય છે. સંતરા વ્યક્તિને સ્વસ્થ્ય અને ચુસ્ત બનાવે છે. બધા જ રસની અંદર સંતરાનો રસ એવો છે જે કોઈ પણ ઉંમરમાં ઉપયોગ કરી શકાય છે. ટાઈફોડ, ટીબી અને ખાંસીમાં પણ સંતરા એક ઔષધિનું કામ કરે છે.