કલ્યાણનો માર્ગ કોને હાથવગો થાય ?
૦ નિસ્રયબળવાળાને.
૦ જેના હ્રદયમાં સ્રદ્ધાની સરવાની ફુટી હોય.
૦ જેને પવિત્રતાનો સ્પર્શ થયો હોય.
૦ જેનું મન સ્થિર,વાણી સાચી અને નિર્મળ,ઇદ્રિયો વિસ્વાસ મુકી શકાય તેવી અને મનોબળ મજબુત હોય.
********************************************************************
ઓમ શું છે ?
૦ સર્વ વેદોનો સાર.
૦ સર્વ મંત્રોનુ બીજ.
૦ સકળ પ્રાર્થનાઓનું સત્વ.
૦ ભૂત,વર્તમાન અને ભવિષ્યથી પરની સ્થિતી.
૦ જગ્રત,સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થાથી પરની સ્થિતી.
૦ અદ્યાત્મકની શરુઆત અને અંત જેમા સમાવિષ્ટ થઈ જાય છે તેવું રહસ્યમય તત્વ.