આકાશમાં દુર દુર લખો તારઓ દેખાય પણ ચોતરેફ તો અંધકાર જ છવાયેલો દેખાય હોય છે.કરોડો તારા ઓનો પ્રકાશ કયાં જતો હશે? તમે જાણો છો કે પ્રકાશના કિરણો પોતે અદ્રશ્ય હોય છે અને શુન્ય અવકાશમાં દેખાતા નથીસુર્યના કિરણો પૃથ્વીની આસપાસના વાતાવરણમાં પ્રવેશે પછી જ આપણને પ્રકાશ તરીકે જોવા મળૅ છે.હકીકતમાં સુર્યના કોઈ કિરણો કોઈ વસ્તુ પર પડીને પરાવર્તન પામે ત્યારે જ તેની હાજરી દેખાય છે.બ્રહ્માડમાં ચોતરેફ શુન્યાવકાશ છે.ત્યાં કશુ જ નથી,એટલે પ્રકાશના કિરણો પરાવર્તન પામતા નથી અને પ્રકાશ થતો નથી એટલે બ્રહ્માડ કાળું ડિબાંગ હોય છે.