નાગેશ્વર
દ્વારકા શહેર અને બેટ દ્વારકા ટાપુની વચ્ચેના માર્ગ પર ગુજરાતમાં સૌરાષ્ટ્રના કાંઠે આ મહત્વનું શિવ મંદિર આવેલું છે. વિશ્વના બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક અહીં ભૂગર્ભમાં રહેલા ગર્ભગૃહમાં છે. સામાન્યપણે શાંત આ સ્થળે ધ્યાનસ્થ અવસ્થામાં 25 મીટર ઊંચી શિવની પ્રતિમા અને એક તળાવ સાથે વિશાળ બગીચો મુખ્ય આકર્ષણો છે. કેટલાક પુરાતત્વીય ઉત્ખનનોના દાવા પ્રમાણે આ સ્થળે પાંચ પ્રાચીન શહેરો દટાયેલા પડ્યા છે.