શ્યામ ત્વચા ?
આ પ્રશ્ન તો તમારી પોતાની જ ત્વચા હોય ત્યારે તેની ગંભીરતા તમને સમજાશે. શ્યામ ત્વચકારણે ઘણીવાર યુવતીઓનાં લગ્ન અટકી જવાના કિસ્સાઓ પણ નોંધાયેલા છે. કેટલીક છોકરીઓ જીવનભર શ્યામ ત્વચાને કારણે ‘લઘુતાગ્રંથિ‘થી પીડાતી હોય છે તો કેટલીકને નાનપણથી શ્યામ ત્વચાને કારણે ‘કાલુ‘ જેવાં નામો પણ મળે છે, જેથી તેમનાંમાં જીવનભર માત્ર હતાશા જન્મે છે.
આવા સમયે સૌંદર્યની નાની નાની બાબતો મદદરૂપ થઈ શકે છે, જે જીવનમાં નવો ઉત્સાહ આપે છે. આજકાલ ખૂબ જ પ્રચલિત થતા ‘હર્બલ‘ ના પર્યોગો પણ અપનાવવા જેવા છે. કેટલાક હાથવગા સૌંદર્યપ્રસાધનો કરતાં પણ ઘણી વાર સારૂં પરિણામ આપે છે. વળી તેમનો ઉપયોગ નુકશાન કારક નથી જરા તમે પણ અપનાવી જુઓ :
* તુલશીનાં પાન તથા લીલા કોપરાને વાટીને તેનો લેપ થોડા સમય સુધી લગાવી રાખો. ત્યારબાદ તેને કાઢી નાખો. આ લેપના નિયમિત પ્રયોગથી શ્યામ ત્વચાના વર્ણમાં નિખાર આવશે.
* ત્વચાની સ્વચ્છતા માટે લીંબુ તથા દૂધ મેળવીને તેનો કલીન્ઝિંગ તરીકે ઉપયોગ કરી શકાય. દરરોજ રાત્રે આ મિશ્રણથી હળવા હાથે માલિશ કરો. તે ત્વચા માટે ટોનિક સાબિત થશે.
* ટામેટાનો રસ તથા દહીંને ભેળવી ત્વચા પર ઘસવાથી ત્વચા ખલી ઊઠશે.
* ૧ ચમચો મુલતાનની માટી, ૧/૨ ચમચી સતરાની છાલનો પાઉડર, ૨ ટીપાં લીંબુનો રસ, થોડું ગુલાબજળ, ૧ ચમચી ચોખાના લોટની પેસ્ટ બનાવીને અઠવાડિયામાં બે વાર ચહેરા પર લગાવવાથી શ્યામ ત્વચા પણ નીખરી ઊઠશે.
* ઇંડાની સફેદી અને લીંબુનો રસ બરાબર ફીણીને ચહેરા પર થપથપાવવાથી અથવા હળવા હાથે ઘસવાથી તૈલી ત્વચા તેજસ્વી બનશે. ઇંડાની સફેદી અને મધનું મિશ્રણ લગાવવાથી રુક્ષ ત્વચાને લાભ થાય છે. ૧ ચમચી ચોખાનો લોટ, ૧/૨ ચમચી અરીઠાની છાલ, ૧/૨ ચમચી બદામની પેસ્ટ આ ત્રણેયનું મિશ્રણ ચહેરા પર લગાવવાથી શ્યામ ત્વચાનો રંગ ઊઘડે છે.