જાવંત્રી ,જાયફળ
પરિચય :
જાવંત્રી એ એક તેજાનો (ગરમ મસાલો) છે. જાયફળના ઝાડને પ્રથમ જે ફળ આવે છે તે થોડાં મોટાં હોય છે. જાયફળ તેની અંદરનું ફળ છે. જાયફળની ઉપરની બાજુ જે છાલ હોય છે તે જ જાવંત્રી છે.
જાયફળ અને જાવંત્રી જાયફળ કડવું, તીક્ષ્ણ, ઉષ્ણ, ભોજન પર રુચી ઉત્પન્ન કરનાર, મળને રોકનાર-ગ્રાહી, સ્વર માટે હીતકારી તેમ જ કફ અને વાયુનો નાશ કરનાર છે. એ મોઢાનું બેસ્વાદપણું, મળની દુર્ગંધ, કૃમી, ઉધરસ, ઉલટી-ઉબકા, શ્વાસ-દમ, શોષ, સળેખમ અને હૃદયનાં દર્દો મટાડે છે. જાયફળ ઉંઘ લાવનાર, વીર્યના શીઘ્ર સ્ખલનને મટાડનાર તથા મૈથુનશક્તી વધારનાર છે.
આ છાલ શરૂઆતમાં સફેદ અને સુવાસિત હોય છે. જયારે અંદરનું ફળ અર્થાત્ જાયફળ પાકે ત્યારે તેની ઉપર વીંટળાયેલી છાલ લાલ રંગની અને જાળીદાર હોય છે.
ગુણધર્મ :
જાવંત્રી મધુર, હલકી, ગરમ, રુચિકર અને વર્ણને સુધારનાર છે. કફ, ઉધરસ, ઊલટી, શ્ર્વાસ, તરસને મટાડનાર છે. તે કૃમિનાશક છે તથા શરીરમાં રહેલા વિષોનો નાશ કરે છે. જાવંત્રીના મોટા ભાગના ગુણ જાયફળ જેવા જ છે. જાવંત્રીમાં સુગંધિત તેલ આશરે ૮ થી ૧૦ ટકા જેટલું હોય છે. આ તેલ ઉડ્ડયનશીલ હોય છે.
ઉપયોગ :
(૧૩) તજ, લવિંગ, જાવંત્રી, અકકલકરો, સમુદ્ર શોષના બી અને શુદ્ધ અફીણ આ દરેક વસ્તુ દસદસ ગ્રામ લઈ બારીક ચૂર્ણ બનાવી લેવું. અને આ તમામના વજન બરાબર એટલે કે ૬૦ ગ્રામ દળેલી સાકર મેળવી મધ સાથે ઘૂંટી વટાણા જેવડી ગોળી વાળી લૂકવી દેવી. સવાર-સાંજ આમાંથી એક્કે ગોળી દૂધ સાથે લેવાથી વીર્યનું પાતળાપણું અને નપુંસકતા દૂર થાય છે. શુક્રનું સ્તંભ થતું હોવાથી શીઘ્રસ્ખલન (અર્લી ડિસ્ચાર્જ)ની તકલીફ પણ આ ઔષધથી દૂર થાય છે. ઝાડા, મરડો અને અનિદ્રાના રોગમાં પણ આ દ્રવ્ય લાભપ્રદ છે. કબજિયાત રહેતી હોય તેમણે આ ઔષધની સાથોસાથ અનુકૂળ રેચક ઔષધ પણ લેવું.