મનુષ્યની પ્રકૃતિ પાંચ પ્રકારની હોય છે, જેમાં પંચભૂતાત્મક સૃષ્ટિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પ્રાણીઓની મનોવૃતિ પ્રકૃતિને વશીભૂત હોવાના કારણે ભિન્ન ભિન્ન હોય છે. પરંતુ પંચતત્વોનું સંતુલન બગડી જવાથી જુદા જુદા રોગોનો જન્મ થાય છે. વેદોના આરંભથી લઈને આધુનિક સાહિત્ય સુધીના વિશાળ ભંડારમાં જુદા જુદા રોગોથી નિવૃતિ લેવા માટે અનેક વિર્ધાઓ, મંત્ર- તંત્ર- યંત્ર, અભિષેક, ભસ્મ,ઔષધિ, જપ- તપ, વગેરે વિધાન આપવામાં આવ્યાં છે. તેનાં દ્રારા માનસિક અને શારીરિક બંને પ્રકારના રોગોનું નિદાન કરવામાં આવે છે. માનસિક રોગોમાં કામ, ક્રોધ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, રાગદ્રેષ, અનુરાગ, સંકીર્ણતા, છલ- કપટ, દુરાગ્રહ આવે છે.