ઉપાધી રહિત થવાની યુક્તીઓ કઈ?
* જે કાંઇ થઈ રહ્યું છે તે પરમાત્માની ઇચ્છાથી થઈ રહ્યુ છે એની સ્પષ્ટ સમજણ કેળવવી !
* પરમાત્માને આગળ રાખવા,મુખ્ય કરવા,પોતે પાછળ રહેવું.
* કર્મના નિયમો અટળછે,તેમા આપણું કશું ચાલતું નથી એનો સ્વીકાર કરી લેવો.
* વળગણો ઓછી કરવી.
* ફેલાઈએ એટલા ફસાઈએ એ બાબત સતત દયાનમાં રાખવી.
* વ્યવહાર ઓછો કરતો જવો.
* કોઈના ભાગ્ય સાથે ભળ્વું નહી.
* ભગવાનનું સમજી બધું કરી છુટવું.
* ભગવાન સાથે સંબંધ જોડયા પછી પણ ઉપાધી રહેતી હોય તો જોડાણ કાચું છે પણ પાકું નથી તેમ સમજવું.
* મોહ-મમતા ઓછા કરતા જવા.
* માત્ર વિચારો ન કરવા પણ જે ઉપાયે સુઝે તેને અમલમાં મુકતો જવો.