રોજ મળુ સ્વપનમાં હું તને ,
છતાંય મિલનની આશા રાખું છું.
તારાં એ હાસ્યની લહેરોને,
હું મારા અશ્રુનાં સમંદારમાં રાખું છું.
નજર લાગે નહિ કોઈની તને,તેથી
હું તને મારી નજરોમાં રાખુ છું.
તારો પડછાયો બનીને રહી શકું,તેથી
તેને હ્રદયના પાલવમાં રાખુ છું.
મારી દષ્ટિને પારખી શકે તું.તેથી
મારી જાતને એકાંતમાં રાખું છું.
જાણ થાયનહિ તને મારી પ્રિતની,
તેથી મારા હાલને ગઝલમાં રાખુ છું.
દુઃખી થાવ નહિ કયારેય તેથી જ,
હું ખુશીનું સ્મરણ મનમાં રાખું છું.
વિજય જેઠવા