* માનવ અધિકારોનાં મૂળ નૈસર્ગિક કાયદામાંછે.નૈસર્ગિક કાયદો માણસના કેટલાક જન્મજાત કે નિસર્ગદત્ત અધિકારોને માન્ય રાખે છે.
* મનુષ્ય નિસર્ગનું ઉત્કૃષ્ટ સર્જન છે .કુદરતે જ માણસને કેટલાક અંતર્નિહિત અધિકારો બક્ષ્યા છે.તેથી માણસ આવા અધિકારો ભોગવે તે સાવ કુદરતૂ ગણાયું છે.
* મનુષ્ય બધે એક સમાન અને વિશ્વવ્યાપી હોવાથી આ નૈસર્ગિક અધિકારો સર્વ સ્થળે રહેલા માણસના નૈસર્ગિક અધિકારો છે.
* મનુષ્યનું જીવન કુદરતની મહાન ભેટ છે.તેથી તે જીવનનો આ અધિકાર ધરાવે છે.સાથે તે જીવનના અન્ય અંગભૂત તત્વો; જેવા કે વિકાસ, શિક્ષણ, આરોગ્ય, કલ્યાણ, સલામતી, સ્વાતંત્ર્યો, પર્યાવરણ; વગેરે પરવ્તે પણ અધિકાર ધરાવે છે.
* ખુદ શાસક પણ આ નૈસર્ગિક કાયદો,એટલે ધર્મથી,બંધાયેલો હતો.તે તેનાથી નીચેની પાયરીએ હતો.
* નૈસર્ગિક કાયદો શાસક/રાજયના કાયદાથી ચઢિયાતો માનતો હતો.તેથી શાસક/રાજય વ્યક્તિને તેના નૈસર્ગિક અધિકારોથી વંચિત નકારી શકે નહિ.આ અર્થમાં આ અધિકારો કોઈથી છીનવી લઈ શકાય નહિ તેવા હતા.
* મોટા ભાગના આ નૈસર્ગિક અધિકારો માનવ અધિકારો તરીકે માન્ય અખાયા છે.મોટા ભાગના માનવ અધિકારોને મૂળભૂત અધિકારોની છાપ લગાવવામાં આવી છે કેટલાક માનવ અધિકારો
(દા.ત.ભારતમાં મિલકત ધરાવવાનો અધિકાર)બંધારણીય અધિકારો બનાવાયા છે તથા અન્ય કેટલાક અધિકારો રાજયના ધારા અન્વયે બક્ષવામાં આવ્યા છે.
* આ બધા અધિકારોની પિરામીડ જ્ર્વી ગોઠવણી નીચે મુજબ છે.
કાનૂની/ધારાબધ્ધ અધિકારો
——————-
બંધારણીય અધિકાર
—————————
(દા.ત.મિલકત ધરાવવાનો અધિકાર)
————————–
મૂળભૂત અધિકારો+રાજયનીતિના માર્ગદર્શક સિદ્રાંતો
————————————–
(ભારતના બંધારણ અન્વયેઃ એક અમલપાત્ર બીજા નહિ)
————————————————————–
આંતરરાષ્ટ્રીય કાયદા અન્વયે મળતા માનવ અધિકારો
————————————————————-
માનવ અધિકારોના અમલ માટેની વ્યવસ્થા
* આવા અધિકારોના જતન/રક્ષણ/ અમલ માટે આંતરરાષ્ટ્રીય કાયદા અન્વયે આંતરરાષ્ટ્રીય સ્તરે,અને જે તે રાજયના કાયદા અન્વયે જે તે રાજયમાં,વિસ્તૃત અમલતંત્રો રચાયાનું જોવા મળે છે.
* આંતરરાષ્ટ્રીય સ્તરે ;આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પંચ,યુરોપીયન માનવ અધિકાર કોર્ટ,એશિયા/આફ્રિકા/દક્ષિણ અમેરિકાનાં રાજયો માટેના સંયુકત અમલતંત્રો,કોર્ટો ટ્રિબ્યુનલો;વગેરેની જોગવાઈ છે.
* ભારતમાં રાષ્ટ્રિય સ્તરેઃ અને રાજયોના માનવ અધિકાર પંચો,લધુમતિ પંચ, અનુસૂચિત જાતિઓ અનુસૂચિત જનજાતિઓ માટેનું પંચ,રાષ્ટ્રિય અને રાજયોના મહિલા પંચો; વગેરે તંત્રોની કાનુની રીતે સ્થાપના કરી તેમને રક્ષણ માટેની સત્તાઓ અપાઈ છે.
* તે ઉપરાંત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રિય સ્તરોએ સંખ્યાબંધ બિનસરકારી સેવા સંગઠનો/ વ્યક્તિઓ આવા અધિકારોના રક્ષણ માટે જાગૃતિ દાખવી રહ્યા છે.
જે પ્રકારના લોકોના માનવ અધિકારોનું રક્ષણ કરાતું હોય છે તે
* બધા જ દેશિના બધા જ પ્રકારના લોકોના બધા જ માનવ અધિકાર રક્ષણને પાત્ર ગણાયા છે.તેમાં માણસનો ધર્મ,ચામડીનો રંગ,જન્મસ્થળ,ભાષા,સંસ્કારો;વગેરે ભેદોથી પર રહી રક્ષણ કરાંતુ હોય છે.
* માનવસમાજનાં જે જુથો કોઈ અન્યાય/શોષણ,હિંસાનો ભોગ બન્યાં હોય તે તમામ જુથને રક્ષણ આપવું પડે છે.યુધ્ધકેદીઓ,અશ્વેતો,નિરાશ્રિતો,વિસ્થાપિતો,યુધ્ધપિડિતો,લધુમતિઓ.સ્થળાંતરિતો,વિકલાંગો,
વૃધ્ધો,પુરગ્રસ્તો.રખડતા/ અનાથ બાળકો આવાં ખાસ જુથો ગણાયાં છે.
* ભારતના રાષ્ટ્રિય સ્તરે જોતાઃ ભારતમાં મહિલાઓ,બાળકો,મજુરો,લધુમતિઓ,આદિવાસીઓ,દલિતો,બંધુઆ મજૂરો,ભુમિહિનો,ભુકંપપીડિતો,હુલ્લડપીડિતો,રોગીઓ.ધરકામ કરનારા,કેદીઓ,વિકલાંગો,મનોરોગીઓ,આરોપીઓઃ વગેરે આવા ખાશ જુથો ગણાયાં છે.તેમના માટે ખાસ ધારા ધડી અમલતંત્રોની વ્યવસ્થા કરાઈ છે.
* જે રાજય પોતાના વધુને વધુ માનવ અધિકારોને વધુને વધુ સમય માટે વધુને વધુ સંજોગોમાં વધુને વધુ રક્ષણ કરતું હોય તે રાજય સુસંસ્કૃત આંતરરાષ્ટ્રિય માનવસમાજમાં માનભર્યુ સ્થાન મેળવે છે.
રાષ્ટ્રિય માનવ અધિકાર પંચના કાર્યો
૧ કોઈપણ વ્યક્તિના માનવ અધિકારના ભંગની ફરિયાદની તપાસ/પુછપરછ કરવી.
૨ કોઈ કોર્ટ સમક્ષ ચાલતા માનવ અધિકારના ભંગના કેસમાં દરમિયાનગિરિ કરવી.
૩ રાજયોની જેલોની મુલાકાત લઈ ત્યાંના કેદીઓ/અટકાયતીઓની સ્થિતિનો અભ્યાસ કરી ભલામણો કરવી.
૪ માનવ અધિકારોના રક્ષણ માટેના કાયદાઓ પુનવિચાર/ાસારકારક અમલ માટે ભલામણો કરવી.
૫ માનવ અધિકારોના ભોગવટાને અવરોધતાં પરિબળો તહ્તા આંતકવાદી કૃત્યોની તપાસ કરી યોગ્ય પગલાની ભલામણ કરવી.
૬ માનવ અધિકારના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા સંશોધનોનિ પ્રોત્સાહન આપવું.
૭ આંતરરાષ્ટ્રિય દસ્તાવેજો/સંધિઓ/કરારોનો અભ્યાસ/અમલ માટે ભલામણ.
૮ માનવ અધિકારો અંગે માહિતીના પ્રચાર/પચાર માટે સંશોધનો/પ્રકાશના/ચર્ચાઓ કરવી.
૯ માનવ અધિકારના જતન માટે કામ કરતાં બિનસરકારી સેવા સંગઠનોની સ્થાપના અને તેમને પ્રોત્સાહન આપવું.
૧૦ તેમના પ્રચાર માટે અન્ય જરૂરી પ્રવૃતિ કરવી.
——————————————————–
ભારત માનવ અધિકાર પંચ વિશે
* ભારતમાં માનવ અધિકારો માટે એક ખાસ માનવ અધિકાર રક્ષણ ધારો,૧૯૯૩ પસાર કરવામાં આવ્યો છે.તે ધારા અન્વયે એક રાષ્ટ્રિય માનવ રક્ષણ પંચ રચાયુ છે.
* આ પંચ માનવ અધિકારોના ભંગની ફરિયાદોની પૂર તપાસ કરવાની સત્તા ધરાવે છે.
* કેન્દ્ર/રાજયોનાં બધા જ તંત્રોએ પંચને મદદરૂપ થવાનું હોય છે.
* રાજય સરકારો રાજયો માટે માનવ અધિકાર કોર્ટૉની અલગ રચના કરી શકે છે.
પ્રવર વર્તમાન કાયદાઆંતરરાષ્ટ્રિય સંધિઓના અલ માટે પંચ માનવ અધિકારોના સંશોધન /જાગૃતિ/પ્રોત્સાહનની કામગીરી કરી શકે છે.
રાષ્ટ્રિય પંચના જેવી જ કામગીરી માટે રાજયોનાં આગવા પંચોની રચન થઈ શકે છે.
સરનામુ :
ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ
કર્મયોગી ભવન,
બ્લોક નં. -૧, ત્રીજો માળ,
સેકટર ૧૦,
ગાંધીનગર – (ગુજરાત) – ૩૮૨૦૧૦
ફેક્સ : ૦૭૯-૨૩૨૫૭૫૯૬
Tel.No.: 079-23257594
079-23257547
Email: commi-hurc@gujarat.gov.in,
ds-hurc@gujarat.gov.in,
Website: http://gshrc.gujarat.gov.in
માનવ વિકાસ નિયામક કચેરી
રજો માળ,
અર્થશાસ્ત્ર-આંકડાશાસ્ત્ર નિયામકની કચેરીનું કમ્પાઉન્ડ,
પોલીસ ભવન પાસે, સેકટર-18,
ગાંધીનગર,
ટેલિફોન નં. ૦૭૯-૨૩૨૫૭૧૭૫/૨૩૨-૫૭૧૭૬
ફેક્રસ નં. ૦૭૯-૨૩૨૫૭૧૭૬
ઇમેઇલ dir-hd@gujarat.gov.in
રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ
ફરીદકોટ ભવન
કોપરનીકસ માર્ગ
નવી દિલ્લી – ૧૧૦૦૦૧
ભારત
web site: http://nhrc.nic.in
Email: cr[dot]nhrc[at]nic[dot]in
NHRC TOLL FREE HELP LINE No. : 14433
Phone : 91-11-23384856
91-11-24651330,
91-11-24663333
Fax Nos. Law Division (For Complaints-filing) : 91-11-24651332
Administration Division : 91-11-24651329
Investigation Division : 91-11-24663304 (Group I),
91-11-24663312 (Group III)
मानव अधिकार रक्षक के लिए फोकल पॉइंट: +919810298900 (मोबाइल)
આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ
Postal Address:
Office of the United Nations High Commissioner for Human Rights (OHCHR)
Palais des Nations
CH-1211 Geneva 10, Switzerland
Telephone: +41 22 917 9220
Email: InfoDesk@ohchr.org
website : http://www.ohchr.org
સૌજ્ન્ય : http://rajtechnologies.com (Jitendra Ravia)