અન્નપ્રાશન સંસ્કાર(સોળ સંસ્કાર)
બાલ્યાવસ્થાના સંસ્કારોમાં જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૂડાકરણ અને કર્ણવેધ એ છ સંસ્કારોનો સમાવેશ થાય છે.
અન્નપ્રાશન સંસ્કાર
અર્થઃ
આ સંસ્કાર બાળકની શારીરિક આવશ્યકતાની પૂર્તિ સાથે સંબંધ ધરાવે છે. બાળક સામાન્ય રીતે પાંચ-છ માસનું થાય ત્યાં સુધીમાં માતાના દૂધ પર જીવતું હોય છે. એ પછી બાળકના પોષણ માટે માતાનું દૂધ ઓછું પડતું જાય છે, અને બાળકની તંદુરસ્તી માટે તેની ખોરાકની જરૂરિયાત વધતી જાય છે. ખોરાક બાળકને શકિત આપે છે, એવા ખ્યાલ સાથે આ વિધિને પણ ધાર્મિક સંસ્કારનું રૂપ આપવામાં આવ્યું છે.
સ્ત્રોતઃ
ભોજન અંગેની સ્તુતિઓ વેદો અને ઉપનિષદોમાં મળે છે, પરંતુ એ સાધારણ ભોજનના સમયે ગવાતી કે