નામકરણ સંસ્કાર
બાલ્યાવસ્થાના સંસ્કાર
બાલ્યાવસ્થાના સંસ્કારોમાં જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૂડાકરણ અને કર્ણવેધ એ છ સંસ્કારોનો સમાવેશ થાય છે.
નામકરણ સંસ્કાર
नाखिलस्य व्यवहारहेतु शुभावहं कर्मसु भाग्यहेतु:
नाम्नैव कीर्ति लभते मनुष्यस्तत प्रशस्तं नामकर्म
નામ એ અખિલ વ્યવહારનો હેતુ છે, એ શુભ કર્મોમાં ભાગ્યનો હેતુ છે, નામથી જ મનુષ્ય કીર્તિ પ્રાપ્ત કરે છે, આથી નામકરણ અત્યંત પ્રશસ્ત છે.
પછીના જમાનામાં નક્ષત્રોને બદલે રાશિઓ પ્રચલિત થઇ. રાશિ ૧ર જ છે, તેથી દરેક રાશિના ફાળે સામાન્ય ફાળે ત્રણ કે બે જ અક્ષર આવે છે. જન્મના દિવસ અને સમયે ચંદ્ર જે રાશિમાં હોય તે રાશિ પરથી નિયત અક્ષરો પૈકીના કોઇ અક્ષરથી શરૂ થતું નામ પાડવામાં આવે છે. તે નિયત અક્ષરો નીચે મુજબ છેઃ-