ઉત્તમ અને ઇચ્છિત બાળક માટેનું આયોજનકેવી રીતે કરવું?
લગ્ન ના નિર્ણય બાદ જો કોઇ સૌથી અગત્યનો મુદ્દો જીવનમાં આવે તો તે એટલે પોતાના બાળક માટેનું આયોજન. અને જો આપ હવે આપના બાળક માટે આયોજન કરી રહ્યાં છો તે આનંદની વાત છે. આપને આપની પસંદગીના બાળક મેળવવામાં ઇશ્વર મદદ કરે તેવી શુભકામના..
આપ બાળક માટે આયોજન બદ્ધ જવા માંગો છો તે આનંદની વાત છે. કારણ કે મોટાભાગના દંપતિમાં પ્રથમ બાળકનું આગમન એ એક અણધાર્યો અને ન ટાળી શકાય તેવો અકસ્માત જ હોય છે. આપના પ્રશ્નનો ઉત્તર આપ ને હું સીધે સીધો આપવાને બદલે જરા જુદી રીતે આપવાની ઇચ્છા રાખીશ જેથી કરીને આપને આયોજન માં વધારે મદદ થઇ શકે.
આપ પ્રથમ બાળક તરીકે જ્યારે પુત્રસંતાનની વાત વિચારતા હોવ તો મારા વ્યકિત્ગત મંતવ્યની રીતે જરા યોગ્ય નથી. આપનો પ્રશ્ન પુત્રસંતાનમાટે શું? ના સ્થાને શ્રેષ્ઠ સંતાન માટે શું? તેવો હોવો જોઇએ.
આયુર્વેદમાં એટલે કે આપણાં વેદોમાં શ્રષ્ઠ સંતાન ને વધુ મહત્વ અપાયું છે, અને તેથી જ શ્રેષ્ઠ સંતાનને ઇચ્છિત સંતાન પ્રાપ્તિમાટેના ઉપાયો શાસ્ત્રમાં બતાવેલાં છે.
આયુર્વેદમાં વર્ણવેલ પુંસવન સંસ્કાર પ્રયોગ પણ આનો જ એક ભાગ છે. આ પુંસવન દ્વારા ઇચ્છા પ્રમાણેનું સંતાન પ્રાપ્ત કરી શકાય છે. તેથી સર્વ પ્રથમ જ્યારે પણ સંતાન માટેની વિચારણા કરવાની હોય ત્યારે પતિ-પત્નિ બંન્ને એ પુંસવન સંસ્કાર માટે એક વાર જાણવું અને સમજવું અત્યંત આવશ્યક છે.
આ પુંસવન સંસ્કાર એ આપણાં ઋષિઓએ સ્વ્સ્થ અને ઉન્ન્ત સમાજવ્યવસ્થા માટે બતાવેલાં મનુષ્યના જીવન દરમ્યાન કરવા માટે અતિ આવશ્યક એવા ૧૬ સંસ્કારોમાંનો એક સંસ્કાર જ છે. અને તેથી તેનું મહત્વ એક અલગ જ છે.
આ પુંસવન સંસ્કાર પાછળ આપણાં આચાર્યોએ બે હેતું બતાવેલ છે; ૧. ઉત્તમ બાળક અને ૨. ઇચ્છિત બાળક.
૧. ઉત્તમ બાળક ઃ- જ્યારે પણ કોઇપણ દંપત્તિ પોતાના બાળક માટે વિચાર કરે ત્યારે તે હંમેશા એક જ વાત નો વિચાર કરે કે પોતાનું બાળક શ્રેષ્ઠત્તમ હોવું જોઇએ. તેથી આ હેતુ અંતર્ગત કુલ ત્રણ દ્રષ્ટિકોણ થી વિચાર કરવામાં આવેલ છે.
અ. શારિરીક
બ. માનસિક
ક. સંસ્કાર
અ. શારિરીક
ફરક પડશે આપણને… જો નહિ સ્વીકારીએ કે શ્રદ્ધા નહિં રાખીએ અને કદાચ નજીકનાં ભવિષ્યમાં આજે ના પાડવાવાળા લોકો તેને પૂરવાર કરીને સ્વિકારવા લાગે તો ત્યારે આપણે પસ્તાવાનો વારો ના આવે !!
ખેર, આપણે આયુર્વેદની ભાષામાં અને આયુર્વેદની દ્રષ્ટિએ આખી વ્યવસ્થાને સમજવાનો પ્રયત્ન કરીએ તો વધારે મજા આવશે..
પુત્રસંતાન માટેની આ સારવાર ત્રણ તબક્કામાં થતી રહેલી છે અને તે ગર્ભ રહ્યાં પહેલાંથી જ તેનું આયોજન કરવાનું હોય છે.
પ્રથમ તબક્કો…
સામાન્ય રીતે ગર્ભામાં આકાર લઇ રહેલ બાળક એ માતાને પિતાન માત્ર બીજ નાં ફલન ( સંયોગ)નું જ પરિણામ છે, અને તેથી ગર્ભમાંના બાળકની જાતિનો આધાર પણ તેને વારસામાં મળેલ બીજ અને તે બીજ સાથે આવેલા જનીન કારક જ ભાગ ભજવે છે. આનુંવંશિકતાના નિઅયમ અનુસાર વધારે શક્તિશાળી બીજ એ પોતાનાથી નબળાં બીજના લક્ષ્ણોને દેખાવા કે પ્રગટ થવાં દેતું નથી. તેથી અહિં આ જ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને જો પુત્ર સંતાન ની ઇચ્છા હોય તો સ્ત્રીબીજ કરતાં પુરુષ બીજ એ વધારે પ્રભાવી હોવું જોઇએ. તેથી સર્વ પ્રથમ પુરૂષે પોતાના વીર્યમાં રહેલા શુક્રકોષોની સંખ્યા અને ગુણવત્તા ચકાસવી જોઇએ. અન જો આવશ્યક લાગે તો આયુર્વેદ સારવા થકી તે ગુણવત્તા વધારીને પછી આગળ વધવું જોઇએ. તેવી જ રીતે સ્ત્રીના અંતઃસ્ત્રાવો ( હોર્મોન)માં જો કોઇ વધ-ઘટ હોય તો તે પહેલા જ વયવસ્થિત કરી લેવાં જોઇએ અને આ માટે આયુર્વેદિક ઔષધો વધારે કારગત અને આડઅસર રહિત છે.
આ તબક્કા દરમ્યાન ગર્ભ ન રહી જાય તેની તકેદારી રાખવી જોઇએ અને તે માટે નિરોધ નો ઉપયોગ વધારે સલાહભર્યો છે.
બીજો તબક્કો…
માતા અને પિતાના બીજ ની ગુણવત્તા ગોઠવાયા બાદ નિશ્ચિત પરેજી અને નિયમો સાથે આયોજન બદ્ધ અને વિશ્વાસ પૂર્ણ ચોક્કસ દિવસોમાં સમાગમ યોજવો. આ સમાગમનાં દિવસોની ગણતરી એ મહત્વનો ભાગ ભજવે છે અને તે માટે નિષ્ણાંત વૈદ્યની સલાહ વધારે આવશ્યક છે. તે છતાં સામાન્ય સમ્જોગોમાં આ રીતે ગણતરી કરીને આયોજન કરી શકાય. જો માસિક નિયમિત અને કોઇપણ પ્રકારની તકલીફ વગર પૂરાં મહિને વ્યવસ્થિત આવતું હોય તો માસિકના પ્રથમ દિવસથી ગર્ભાધાન માટેની શક્યતા વાળાં દિવસોમાં બેકી સંખ્યાના દિવસોમાં રાત્રે સમાગમ માટે મળવું. આ રીતે જ્યાં સુધી ગર્ભ ન રહે ત્યાં સુધી આ જ પ્રકારે આહાર વિહારની યોગ્ય પરેજી અને તકેદારી રાખીને બેકી સંખ્યાના દિવસોમાં સમાગમ કરવો.
ત્રીજો તબક્કો….
આ તબક્કો એ ગર્ભ રહ્યાં પછી તરત જ શરૂ થાય છે, જે પુત્રપ્રાપ્તિ અર્થે સાડા-ત્રણ મહિના સુધી અને ઉત્ત્મ બાળક ના હેતુસર ડીલીવરી સુધી ચાલુ રહે છે. જેમાં, મુખ્યત્વે ચાર બાબતોનો વિચાર કરવામાં આવે છે.
૧. આહાર
૨. વિહાર
૩. ઔષધ
૪. પુષ્યનક્ષત્રનાં દિવસે પુંસવન નસ્ય..
આ ત્રણેય તબક્કાના અંતે શ્રદ્ધાપૂર્વકના આચરણથી કરેલ સારવાર થકી જે તે દંપત્તિ દૈવયોગથી પોતાની ઇચ્છાનુસાર બાલક મેળવવાંમાં સફળ બને છે