કુકણા બોલી
કુકણા બોલી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા પૂર્વ સરહદના વિસ્તારમાં રહેતા કુકણા જાતિના આદિવાસીઓની બોલી છે. આ બોલી ગુજરાતી ભાષા કરતાં ઘણી અલગ હોય છે, તેમ છતાં કેટલાક શબ્દો ગુજરાતી ભાષાના પણ એકસરખા હોય છે.
ગુજરાત રાજ્યમાં આ બોલી વલસાડ જિલ્લા, નવસારી જિલ્લા, ડાંગ જિલ્લા, કેન્દ્રશાસિત સંઘપ્રદેશ દાદરા અને નગરહવેલી તેમ જ તાપી જિલ્લામાં રહેતા કુકણા લોકો અંદરોઅંદરના સામાન્ય વહેવારમાં ઉપયોગ કરે છે. ડાંગ જિલ્લામાં આ બોલીનો ઉપયોગ ૯૫ ટકાથી પણ વધુ લોકો કરતા હોવાથી ડાંગી બોલી પણ કહેવાય છે.
કુકણા બોલીના કેટલાક શબ્દાર્થો
(ગુજરાતી – કુકણા)
મારું – માના
તારું – તુના
કેમ છે – કિસાંક આહા
સારું છે – બેસ આહા
છોકરો – પોસા
છોકરી – પોસી
પિતા – બાહાસ
માતા – આઇસ, આયા
બેન – બહનીસ, બહીન
ભાઇ – ભાઉસ
ભેંસ – દોબડ
ડોસો – ડવર
હું આવું છું – માં યેહે તાંવ
વાઘ – ખડિયાં
માસી – જીજીસ
ખાધુ કે – ખાયનાસ કા
ગામીત બોલી
ગામીત બોલીનો ઉદભવ કઇ ભાષામાંથી થયો તે જાણવું મુશ્કેલ છે. પરંતુ આ ભાષા તાપી નદીના ખીણ પ્રદેશમાં વસતા આદિવાસીઓ પૈકીના ગામિત જાતિના લોકોની પરાપૂર્વથી સામાજીક વહેવારમાં વપરાતી પરંપરાગત બોલી છે. પરંતુ આ બોલી બોલનારા ગામીત લોકોની વસ્તી ગુજરાતમાં વિશેષ છે. આ બોલી ખાસ કરીને દક્ષિણ ગુજરાતના રાનીપરજ વિસ્તારના તાપી જિલ્લામાં વધુ બોલાય છે. આ બોલી સાંભળતાં તેમાં થોડા શબ્દો ગુજરાતી ભાષા જેવા તથા થોડા શબ્દો સંસ્કૃત તથા મરાઠી ભાષા જેવા છે.
વ્યાકરણ તથા ઉચ્ચારણ
ગામીત બોલીમાં બહુવચન હોતું નથી. તેથી આ બોલીમાં દાદાને પણ તુ અને પુત્રને પણ તુ કહીને બોલાવવામા આવે છે.
સાંભળતા આ બોલી તોછડી લાગે છે. આ બોલીમાં વાક્યને અંતે વા બોલાય છે, જે આ બોલીનું વૈવિધ્ય છે તેમ જ તુંકારામાં બોલવા છતાં મીઠી લાગે છે. આ ઉપરાંત ગામીત બોલીનાં લોકગીતો પણ ખુબ જ સરસ હોય છે. આ લોકગીતો પૈકીનું રોડાલી ગીત ખુબ જ લોકપ્રિય છે.
કેટલાક શબ્દો
આબહો – પિતા
આયહો -આયો- માતા
બાહા – ભાઇ
બાયહો -બાઇ બહેન
પુત્ર- પોહો
પુત્રી- પોહી
પતી- માટળો-માટી-ધનારો
યેનો – આવ્યો
માન – મને
કોલા – કેટલા
પાનાં – પાંદડાં
બોજાહા – ભાભી
નિચાક – છોકરો
નિચકી – છોકરી
થેએ, દોનારી – પત્ની
ઉજાળો ઓ વી ગીયો.- સવાર થઇ ગઇ
કાઇ કઓતોહો – શું કરો છો ?
કેસ જા – ક્યાં જાઓ છો ?
ધોડીયા બોલી
ખાધુ કે – ખાધાં કાહે
વસાવા બોલી
વસાવા બોલીનો ઉદભવ કઇ ભાષામાંથી થયો તે જાણવું મુશ્કેલ છે. પરંતુ આ ભાષા તાપી નદી તેમ જ નર્મદા નદીના ખીણ પ્રદેશ તેમ જ તેની વચ્ચેના વિસ્તારમાં વસતા આદિવાસીઓ પૈકીના વસાવા જાતિના લોકોની પરાપૂર્વથી સામાજીક વહેવારમાં વપરાતી પરંપરાગત બોલી છે. પરંતુ આ બોલી બોલનારા વસાવા લોકોની વસ્તી ગુજરાતમાં વિશેષ છે. આ બોલી ખાસ કરીને દક્ષિણ ગુજરાતના રાનીપરજ વિસ્તારના તાપી જિલ્લામાં વધુ બોલાય છે. આ બોલી સાંભળતાં તેમાં થોડા શબ્દો ગુજરાતી ભાષા જેવા તથા થોડા શબ્દો સંસ્કૃત તથા મરાઠી ભાષા જેવા છે.
ઉચ્ચારણ
વસાવા બોલીમાં બહુવચન હોતું નથી. તેથી આ બોલીમાં દાદાને પણ તુ અને પુત્રને પણ તુ કહીને બોલાવવામા આવે છે. સાંભળતા આ બોલી તોછડી લાગે છે. આ બોલીમાં વાક્યને અંતે વા બોલાય છે, જે આ બોલીનું વૈવિધ્ય છે તેમ જ તુંકારામાં બોલવા છતાં મીઠી લાગે છે.
કેટલાક શબ્દો
બા – પિતા
દીહુ – દીયર
યા – માતા
ડાયલો – જેઠ
દાદો – ભાઇ
નોંદહે – નંણદ
બોંહી – બહેન
પોજહા – ભાભી
પોયરો – પુત્ર
પોયરી – પુત્રી
માટી – પતી
થૈ – પત્ની
હાવળી – સાસુ
હારહો – સસરો
વ્યાકરણ
અન્ય ભાષાની જેમ વસાવા બોલીમાં પણ ત્રણે ય કાળ (વર્તમાનકાળ, ભવિષ્યકાળ અને ભુતકાળ)નો ઉપયોગ કરીને બોલી બોલાય છે. દાત.
(હું જાઉ છુ)- આંઇ જાહું \”વર્તમાન કાળ\”
(હું જઈશ)-આંઇ જાહીં \”ભવિષ્યકાળ\”
(હું ગયો હતો)-આંઇ ગેઇલો \”ભુતકાળ\”
સુરતી બોલી
સુરતી બોલી અથવા હુરતી બોલી સુરત શહેર અને તેની આસપાસ આવેલા વિસ્તારોમાં બોલાય છે. આ બોલીની ખાસીયત એ છેકે તેમા ત નો ઉચ્ચાર ટ, અને ટ નો ઉચ્ચાર ત તરીકે થાય છે. આ ઉપરાંત સ ને બદલે હ નો ઉપયોગ કરવામાં આવે છે. દા. ત. સુરતને બદલે હુરત. સાળીને બદલે હાળી.
સામાન્ય રીતે આ બોલીમાં સાહજિક પણે ગાળોનું પ્રમાણ વધુ હોય છે તેમ જ આ બોલીમાં તુંકારાનો વપરાશ પણ વધુ થતો જોવા મળે છે.
કેટલાંક ઉદાહરણો
હું ત્યાં ગયો હતો (શુધ્ધ ગુજરાતી)
મેં ટાં ગઇલો ઉટો (સુરતી બોલી)
મેં તને કિધુ હતુ નેં ?(શુધ્ધ ગુજરાતી)
મેં ટને કિઢલુ ને ?(સુરતી બોલી)
નળ બંધ કરૉ (શુધ્ધ ગુજરાતી)
નલ બંધ કરૉ (સુરતી બોલી)