મલપતિ ચાલે રાતે આવીને અચાનક મેઘ
ભીંજવી ગયો ધરતીને જે હતી કોરીકાટ
જો તો ખરી ધરતીએ કેવા ધીંગા રૂપ ધર્યા
અધરોમાં છલક્યા શબનમી ખુશીના જામ
લીલા રૂપને જોઇને આંખોમા જોબન છલકે
મલકે ને ટહુકે દિલડાના મોર એક સામટા
જોબનની જાણે લાગી કુંપળૉની વણજાર
ઘટાટોપ ઝાડને જાણે લાગી નવી રંગત
ફુટી નીકળી છે તકદીરની તકરીર કરતી
લીલા ઘાસની મજલીસો જયા જુઓ ત્યાં
ફુલોને પાનને જાણે લાગ્યો જવાનીનો રંગ
સુહાગરાત પછી નવોઢાના જાણે નવા રંગ
ધોળા દેખાતા વનફુલો બની ગયા લાલચોળ
સુકાયેલી નસોમાંથી જાણે પાનખર ગાયબ
નમણી નવલલિતા કેરી મહેકે છે હવા સારી
નાજુક નાજુક પાંદડી ફરકે હસીનાની લટ કેરી
વરસી ગયો ઓળધોળ થઇને વિલાસી મેઘો
નવપલ્લિત કરી ગયો સાગર પેહેલા નદીઓને
(નરેશ કે.ડૉડીયા)