મહારાજા સયાજીરાવ વડોદરા સ્ટેટના વિદ્યાપ્રેમી,ઉદારદીલ અને માનવતાવાદી વિચારસરણી ધરાવતા રાજવી હતા. તેઓ ગાયકવાડ કુળ-શાખાના હતા.
ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા વડોદરા જિલ્લાના વહીવટી મુખ્ય મથક તેમ જ આઝાદી પહેલાંના ગાયકવાડી શાસનની રાજધાનીના શહેર વડોદરા ખાતે આવેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પહેલા બરોડા વિશ્વવિદ્યાલય તરીકે પ્રખ્યાત હતી.
મહારાજા સયાજીરાવના પૌત્ર શ્રી પ્રતાપસિંહ રાવ ગાયકવાડે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના કરી. આ સાથે તેમણે તેમના દાદાની ઈચ્છા પ્રમાણે સર સયાજીરાવ ડાયમંડ જ્યુબીલી અને મેમોરીયલ ટ્રસ્ટની સ્થાપના કરી. વડોદરામાં આ પ્રકારની યુનિવર્સિટીની જરૂરીયાત અને તેની સ્થાપનાના વિચારે તે સમયના વડોદરા સ્ટેટના શાશકોનું ધ્યાન ખેંચ્યુ હતુ. ડો. જેક્સન, જેઓ ત્યારે (૧૯૦૮)માં વડોદરા કોલેજના પ્રિન્સીપાલ હતા, આ વિચાર અને પછી તેના અમલ કરાવવા માટે અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના તથા તેના વિસ્તાર માટે જવાબદાર છે. તેમણે એક સ્વતંત્ર અને સગવડતા વાળા વિજ્ઞાન સંકુલની રચના પર ભાર મૂક્યો.