સામગ્રી :
મલાઈ : ૧/૨ કપ,
દહીં : ૪ ચમચી,
જીરું : ૧/૪ ચમચી,
ગરમ મસાલો : ૧/૪ ચમચી,
હળદર : ૧/૪ ચમચી,
મકખના : ૧ કપ,
લાલ ટામેટું : ૧ મધ્યમ માપનું,
લાલ મરચાં : ૨,
કળાં મરી : ૫ થી ૬ દાણા,
મીઠું : સ્વાદ પ્રમાણે,
ઘી : ર ચમચાં.
રીત :
મકખનાના બે ટુકડા કરી તેલમાં સોનેરી થાય ત્યાં સુધી તળવાં. પછી છાપા પર મૂકવા. કાળાં મરી, લાલ મરચાં, જીરું વાટવાં, ઘી ગરમ કરી વાટેલો મસાલો જે સામગ્રીમાં આપ્યો છે તે નાખી દબાવી ૧ મિનિટ તળવા દેવો. પછી તેમાં ઝીણું સમારેલું ટામેટું નાંખી ૨ મિનિટ ઢાંકીને રહેવા દેવું. જેથી ટામેટું ગળીને નરમ પડી જશે. પછી તેમાં દહીં વલોવીને અને મીઠું નાખી મકખના નાખી રૂંધાવા દેવું. મકખના નરમ થાય ત્યાં સુધી ચઢવા દેવું. જરૂર પડે તો થોડું પાણી નાખવું.
પીરસતાં પહેલાં તેમાં મલાઈ નાખી ઉકાળવું, પછી પીરસવું. મકખનાને લોટસ સીડ્સ (Lotus Seeds) પણ કહેવાય છે.