સામગ્રી :
મેથીની ભાજી : સૂકવેલી ૫૦ ગ્રામ,
બેસન : ૧ ચમચી,
જીરું – હિંગ : ૧ ચમચી,
કોથમીર : ૨ ચમચી ઝીણી સમારેલી,
મગની દાળ : ૧ વાટકો,
મીઠું, લાલ મરચું : સ્વાદ પ્રમાણે,
લાલ ટામેટાં : ૨ મોટાં,
ઘી :૧ ચમચો.
રીત :
દાળ અને ભાજીને ધોઈને ૧? ૧/૨ લિટર પાણીમાં સાથે સીજવવા મૂકી દો. તેમાં પ્રમાણસર હળદર અને મીઠું પણ નાખી દો. જ્યારે દાળભાજી અડધી સીજી જાય ત્યારે તેમાં બેસન ધોળીને નાખી દો. જ્યારે દાળ બરાબર સીજી જાય ત્યારે નીચે ઉતારી લો. હવે બીજા વાસણમાં હીંગ અને જીરાનો વઘાર કરી ઉપર લખેલો બધો મસાલો નાખી કોથમીર, લાલ ટામેટાં નાંખીને પાંચ મિનિટ સુધી ઢાંકીને રહેવા દઈ તેમાં દાળ-ભાજી નાખી ઉકાળવું. પછી ગરમાગરમ દાળ ભાત સાથે ખાવાના ઉપયોગમાં લેવી.