સામગ્રી :
કાચી કેરી : મધ્યમ માપની,
વરિયાળી : ૧ ચમચી,
રાઈજીરું : ૧/૨ ચમચી,
મીઠું : પ્રમાણસર,
હળદર : ૧/૨ ચમચી,
ગોળ : ૧ ચમચો,
હીંગ : ચપટી,મરચું : ૧ ચમચી,
ધાણાજીરું : ૧ ચમચી.
રીત :
પ્રથમ કાચી કેરી ધોઈને તેના મોટા ટુકડા કાપવા. એક તપેલામાં મેથી અને ૧ ગ્લાસ પાણી નાખી ઉકાળવા મૂકવું. ૨ મિનિટ પછી તેમાં કેરી અને વરિયાળી નાખવી. કેરી થોડી નરમ પડે ત્યાં સુધી ઊકળવા દેવું. પછી તપેલી ઉપર ઢાંકણ રાખી પાણી નિતારી લેવું. વરિયાળી અને મેથી અંદર જ રહેવા દેવાં. પછી તેમાં બધો મસાલો અને ગોળ નાખી તેલમાં રાઈ, જીરા અને હીંગનો વઘાર કરી કેરી વઘારી લેવી. ૨ મિનિટ ધીમા તાપે ઢાંકીને રહેવા દેવી. પછી હલાવીને ૧ મિનિટ પછી શાક ઉતારી લેવું.