તવ્તજ્ઞ કોને કહેવો ?
* જે આત્મનિષ્ઠ હોય.
* પરમ શાંતી હોય.
* સદૈવ આનંદિત હોય.
* સંસાર પ્રત્યે નિત્ય તૃપ્ત હોય.
* મન અને ઇન્દ્રિયોને વશ કર્યા હોય.
* અયોગ્ય અને કામ્ય કર્મોથી મુકત હોય.
* વિષયસુખથી અળગો થઈ ગયો હોય.
ખરો તવ્તજ્ઞાની કોને કહેવો ?
* જે પંચમહાભુત,પાંચ તન્માત્રા,પાચ જ્ઞાનેન્દ્રિયો,પાંચ કર્મેન્દ્રિયો તેમ જ મન,બુધ્ધિ,ચિત્ત અને અહંકારનો સજાગપણે અને વિવેકપુર્વક ઉપયોગ કરી શકે તેને તત્વજ્ઞાની કહેવો જોઈએ.
* જે પોતાપણુ ખોઈ શકે તે.
તત્વનો સાક્ષાત્કાર અથવા અનુભુતિ કોણ કરી શકે?
* જેણે જીવનો યથાતથ સાક્ષાત્કાર કર્યો હોય.
* જેનો અહંકાર નામશેષ થયો હોય.
* જેણે તત્વની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી હોય.
* જે તમોગુણ,રજોગુણ અને સત્વગુણનો પોતાની રીતે ઉપયોગ કરી શકતો હોય અને જાગ્રત,સ્વપ્ન અને સુષુપ્ત એ ત્રણેય અવસ્થાનો સાક્ષી રહી શકતો હોય.