સાધ્ય સુધી પહોચી ગયા છીએ તેનો ખ્યાલ કેવી રીતે આવે ?
* જયારે બધા સાધન છૂટી જાય ત્યારે.
તત્વજ્ઞાનમાં વ્યષ્ટિ અને સમષ્ટિનો ઉલ્લેખ આવે છે તે કયાં અર્થમાં ?
* વ્યષ્ટિ એટલે વ્યક્તિ,પ્રત્યેક મનુય.
* સમષ્ટિ એટલે બધી વ્યક્તિઓનો એકત્રિત થઈ જે સમુદાય બને તે.
-શાસ્ત્રની પરિભાષામાં છૂટો જીવ એ વ્યષ્ટિ છે અને સર્વ જીવોનું સમુદાય સ્વરૂપ તે સમષ્ટિ છે.
તવ્તજ્ઞાનનું લક્ષ્ય શુ છે ?
* પોતે કોણ છે તે નકકી કરવું.
* અનેકતામાં એકતા દર્શાવવાનું.
* પદાર્થો કે પ્રાણીમાત્ર ભલે ભિન્ન ભિન્ન છે પણ તેમનું સર્જન પોષણ અને વિસર્જન કરનાર પરમ શક્તિ તો એક જ છે એવું દઢ કરાવવું.