ભગવાન સાથે પાકુ જોડાણ થયુ છે એમ કયારે કહેવાય ?
* ચંચલ મનને ભગવાનના ચરણૉમાં સમર્પિત કર્યુ હોય તો.
* અહં સંપૂર્ણપણે ઓગળી ગયું હોય તો.
* નિષ્કામભાવે ભક્તિ થતી હોય તો.
* દેહના પાચ વિષયોને (શબ્દ,સ્પર્શ,રૂપ,રસાને ગંધ)ભગવાનના ચરણોમાં સોપ્યા હોય તો.
આપણૅ પ્રભુમય કયારે થઈ શકીએ ?
* આપણા શ્વાસ-ઊચ્છવાસમાં,હ્રદયના પ્રત્યેક ધબકારમા,ઊધતાં-જાગતાં,સ્વપ્નમાં-સુષુપ્તિમાં,ખાતાં-પીતાં,બોલતાં ચાલતાં,કહો કે પ્રત્યેક ક્રિયા અને કર્મમાં અથવા નિષ્કામ કર્મમાં,આપણી અંદર રહેલા અવકાશ-નિરાવકાશમાં ભગવાનની હાજરી રહે ત્યારે અથવા આપણૂં અણુએ અણૂ એમનામાં જ ઓતપ્રોત થઈ જાય ત્યારે ભગવાનથી સભર થઈ જઈશું.
* જગત પ્રત્યેનું આકર્ષણ ન રહે અથવા વ્યક્તિ,પદાર્થ કે પરિસ્થિતિનું મહત્વ હટી જાય અને સર્વાધાર એવા પરમાત્મા રૂંવાડે રૂવાડેં ફેલાઈ જાય ત્યારે પ્રભુમય થવાઈ.