પરમ તત્વની પ્રતીતિ થઈ છે કે કેમ ખબર પડે ?
* હ્રદયમાં પરિપુર્ણતા છેવાઈ જાય.
* તમામ ઈચ્છાઓ શમી જાય.
અમૂતત્વનો કયારે અનુભવ થાય છે ?
* દેહધ્યાસ છૂટે ત્યારે.
* હ્રદયની બધી ગ્રંથિઓ ભેદાઈ જાય છે ત્યારે.
વિશ્વચેતનાનો અનુભવ કયારે થાય ?
* ચેતના એ શું છે તે સમજાય પછી.
* ભગવતગીતાએ બે માર્ગ બતાવ્યા છેઃ
(૧) જયારે સર્વ ભુત માત્રનું પૃથકત્વ એટલે નાનાત્વ એકત્વરૂપે (જાંણવા માંડશે) અને આ એકતવ્તથી સર્વ વિસ્તાર (થયેલો છે)એમ દેખાવા માડશે,ત્યારે બ્રહ્મની પ્રાપ્તિ થશે
(૨) જેની બુધ્ધિ નિર્મલ થયેલી છે એવો યોગી દઢતાપ્રુર્વક પોઅતાની જાતને વશ કરીને, રાગદ્રેષ જીતીને,એકાંતનું સેવન કરીને,આહાર ઓછો કરીને,વાણી,શરીર અને મનને અંકુશમાં રાખીને ધ્યાન યોગમાં નિત્ય પરાયણ રહીને,વૈરાગ્યનો આશ્રય લઈને,અહંકાર,બળ,દર્પ,કામ,ક્રોધ અને પરિગ્રહ ત્યજી દઈઅને,મમતરહિત અને શાંત થઈને બ્રહ્મભાવને પામવા યોગ્ય બને છે.