પરમ પદની પ્રાપ્તિ કયારે થાય ?
* દશ્ય વિભાગની કોડી જેટલી કિંમત થઈ જાય.
* અહંકાર નામશેષ થઈ જાય.
* લોભનું વિસર્જન થઈ જાય.
* મોહનો ક્ષય થઈ જાય.
* માયા-મમતા છૂટી જાય.
પરમ શક્તિની પ્રતીતિ વધુ કયારે થાય ?
* સર્જનની ક્ષણૉમાં
– પરમ શક્તિની હાજરીમાં મહાન ઊર્જાશક્તિની ઉપસ્થિતિમાં સર્જન શક્ય બને છેઃ સર્જનથી ધબકતી ક્ષણૉમાં સ્વયંનું વિસર્જન કરી દેવું એજ અસામાન્ય અનુભવ છે.
* સમાન સ્થિતિએ પહોચીએ ત્યારે.
-આપણે સીમિત છીએ.એટલે આપણી પહોચ હોય તેટલો જ અનુભવ થાયઃચેતનાનો અનુભવ કરવો.હોય તો એની સમસ્થિતિએ પહોચીને જ શકય બનેઃવ્યાપક જ વ્યાપકને પામી શકે.
* ધરતીકંપો થાય,વાવાઝોડા કે વર્ષોનું તાંડવ થાય ત્યારે.