નામઃવેણીભાઇ પુરોહિતઃ
જન્મ:
૦૧/૦૨/૧૯૧૬ (જામખંભાળિયા)
પિતાનું નામઃ જમનાદાસ વેણીભાઇ (મુળ નામ હતું મુળશંકર પરંતુ તેઓ વેણીભાઇ તરીકે જ આજીવન ઓળખાયા)
અભ્યાસ:
પ્રાથમિક – મુંબાઇ ; માધ્યમિક – જામખંભાળીયા
વિશેષઃ
મુંબાઇમાં ‘બે ઘડી મોજ’ દૈનિકમાં જોડાયેલા
૧૯૩૯ – ૪૨ અમદાવાદમાં પ્રભાત, ભારતીય સાહિત્ય સંઘ અને સસ્તું સાહિત્ય સાથે પ્રૂફ રીડર તરીકે કામ
૧૯૪૨ – સ્વાતંત્ર્ય ચળવળમાં જેલવાસ
૧૯૪૯ થી આમરણ – મુંબાઇમાં જન્મભૂમિ સાથે
ઉપનામથી પદ્યમાં કટાક્ષ કટાર ચલાવેલી
કાવ્યોના આસ્વાદો અને ચલચિત્રોના અવલોકન કર્યા
ઉમાશંકર જોશી તેમને ‘ બંદો બદામી’ કહેતા
બાલમુકુંદ દવે તેમના ખાસ મિત્ર
ગુજરાતી ચલચિત્ર ‘કંકુ’ ના બધા ગીતો તેમના લખેલા છે.
રચનાઃ
‘સિંજારવ’ (૧૯૫૫),
‘ગુલઝારે શાયરી’ (૧૯૬૨),
‘દીપ્તિ’ (૧૯૬૬)
‘આચમન’ (૧૯૭૫) કાવ્યસંગ્રહોની રચનાઓ
‘અત્તરના દીવા’ (૧૯૫૨),
‘વાંસનું વન’, ‘સેતુ’ નામના વાર્તાસંગ્રહો
અવસાન :
3 જાન્યુઆરી, ૧૯૮૦ ; મુંબઇ