કયું જ્ઞાન બંધનરૂપ બને છે?
* જે જ્ઞાન બહારથી મેળવેલું છે;સ્વંયંભુ કે સ્વપુરૂષાર્થથી ઊગેલું નથી પણ ઉછીનું લીધેલું છે તે બંધનરૂપ છે.
* જેમાં\’હું\’પણુ અને \’મારાપણુ\’ કેન્દ્રસ્થાને હોઉઅ તેવું જ્ઞાન.
* અનુભવનું જ્ઞાન નહીં તેવું પણ શાસ્ત્રોનું જ્ઞાન.સ્મૃતિમાંસંધરી રાખેલું જ્ઞાન.
કયું જ્ઞાન ટકતુ નથી?
* વૈરાગ્ય વિનાનું હોય તે.
* જે જ્ઞાન દઢમૂળ નથી થવું કોતું તે.
* અનુભવ વગરનું જ્ઞાન.
જ્ઞાની અને ભકત વચ્ચે દેખીતો તફાવત?
* જ્ઞાનમાર્ગે જનાર વિચારમાં ડુબી પોતાને વીસરી જાય છે.
* ભક્તિ માર્ગે જનાર ભાવમાં ડુબીજઈ પોતાને વીસરી જાય છે.
* બાહ્ય દષ્ટિએ તફાવત દેખાઈ છે;પરંતુ જ્ઞાન અને ભક્તિ એક જ વસ્તુના બે પાંસા છે.
જ્ઞાની અને ભકતમાં મૂળભુત તફાવત શું છે?
* જ્ઞાનીની શોધ સ્વાલંબી છે તે આત્મનિર્ભર છે સંકલ્પશીલ છે.
* ભકત પરમાત્મા પર આધીન છે એનામાં સમર્પણનો ભાવ છે પરિપુર્ણ ત્યાગનો ભાવ છે.તે પુરેપુરો શ્રધ્ધાવાન છે.
* જ્ઞાની મનોમન સંસારનો ત્યાગ કરે છે,જયારે ભકત પોતાનું સર્વસ્વ ભગવાન પર છોડી દે છે.
* ઇન્દ્રિય-સંયમ અને શ્રધ્ધા હોય તો.
* ખરી જિજ્ઞાસાવૃતિ હોય તો.
* અનુભવી વ્યક્તિનો સંગ મળે તો.
* પૂર્વગ્રહ, અકડાઈ,જડતાપૂર્વકનો આગ્રહ છૂટી જાય તો..
જ્ઞાનયોગ કોને વધુ અનૂકુળ બને ?
* જ્ઞાન મેળવવું જ એવો દઢ નિશ્ચય કરે તેને.
* સંતોષીને.
* જેની વૈરાગ્યવૃતિ પ્રબળ હોય.
* જીવન પ્રત્યે નિર્વેદનો ભાવ હોય.
* જેનું શાંતરસમાં ચિત ઠરતું હોય.
જગ્રત અવસ્થા કોને કહેવાય ?
* આ અવસ્થામાં જીવ ઇન્દ્રિયોના સહારાથી બહારના પદાર્થોનો અનુભવ કરે છે.
સ્વપ્નાવસ્થામાં શું થાય છે ?
* આ અવસ્થામાં અન્ત;કરણ મનોમય પદર્થોનો અનુભવ કરે છે.
સુષુપ્ત અવસ્થા શું છે ?
* અન્તઃકરણાની ત્રીજી અવસ્થા ; આ ગાઢ નિદ્રાની અવસ્થા છે.
તુરીય અવસ્થા શું છે ?
* જાગ્રત,સપ્ન અને સુષુપ્તિ પછીની અથવા આ ત્રણેયને જોનારી જે ચોથી અવસ્થા છે તેને તુરીય અવસ્થા કહે છે.
* તે પરમશાંતીની અવસ્થા છે અને તેમાં જાગૃતિ હોય છે. એટલે કે શરીર અને મન સુતા હોય પણ ચૈતન્ય તત્વની જાગૃતિ.
* નિદ્રા જેવી જ ગાઢ શાંતિ છત સંપુર્ણ જાગ્રત સ્થિતિ અથવા વ્યક્તિ બહારથી સુતેલી દેખાય પણ અંદરથી બરાબર જાગત.
* કર્તા-ભોકતાનો ભાવ નહીં,માત્ર દષ્ટાની સ્થિતિ.
* અંદર સતત પ્રકાશની હાજરી ઃઅંધકારની સહેજ પણ હાજરી નહીં.
* માત્ર પોતાના પર જ ધ્યાન ,જે જાગ્રત,સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થામાં શક્ય બનતું નથી.
* બહારના જગતમાં બનવાનું હોય તે ભલે બનેઃ આંતરિક જગતમાં નિત્ય ઉધાડ છે અને તેમાં સ્થિર થઈ જાય છે તે જાગ્રત,સ્વપ્ન અને સુષુપ્તિમાં પણ તુરિય (ચૌથી)અવસ્થામાં જ હોય છે.