પીડા અને વાયુદોષ શામક અકસીર ઔષધિ – નગોડ
પરિચય :
નગોડ (નિર્ગુંડી, સમ્હાલુ/સંભાલુ) ગુજરાતમાં અને ભારતમાં સર્વત્ર થાય છે. તેના ઝાડ મધ્યમ ઊંચાઈના આશરે ૫-૮ ફુટના થાય છે. તેની કાળી અને સફેદ એમ બે મુખ્ય જાતો થાય છે. ઝાડની દરેક ડાળીમાં લાંબા અને પાતળા ત્રણ ત્રણ કે પાંચ પાન થાય છે. તેની પર આંબાના મોરની જેમ ગુચ્છદાર અને જાંબુડિયા રંગના ફળ થાય છે. ધોળી નગોડના પાન લીમડાનાં પાનથી કાંઈક વધુ પહોળા અને કાંગરાવાળા તથા અણીદાર હોય છે. આ પાન બહુ જ નરમ અને મખમલ જેવા સુંવાળા હોય છે. કાળી નગોડમાં કાળા પુષ્પો અને ધોળી નગોડમાં સફેદ ફૂલો થાય છે. કાળી નગોડ વધુ ગુણકારી, ગરમ અને વાયુદોષનાશક હોય છે. ઔષધ તરીકે નગોડના પાન, છાલ, મૂળ અને બીજ વધુ વપરાય છે. નગોડ પર જાંબુડિયા રંગના ફળ થાય છે.
ગુણધર્મો :
નગોડ કડવી, તૂરી અને તીખી; હળવી, લૂખી, ઉષ્ણવીર્ય, ગરમ, કફ અને વાયુદોષ શામક, ભૂખવર્ધક, આમપાચક, બળવર્ધક, રસાયન, દ્રષ્ટિશક્તિવર્ધક, યકૃતને ઉત્તેજક, પીડાશામક, વાળને કાળા કરનાર, સ્મૃતિવર્ધક, મૂત્રલ, માસિક જન્માવનાર અને કૃમિ શૂળ-પીડા, સોજા, વાયુ, ખાંસી, તાવ (વિષમજ્વર-મેલેરિયા), કોઢ, કફજ્વર તથા કર્ણસ્ત્રાવ મટાડનાર છે. તે મસ્તક પીડા, રાંઝણ, આમવાત, સંધિવા અને પીડાકર્તા રોગોમાં અને ફેફસાના સોજા, પ્લ્યૂરસી, મૂત્રાઘાત, કષ્ટાર્તવ અને સૂતિકારોગમાં ખાસ લાભપ્રદ છે. નગોડ પ્રાયઃ બધા રોગોમાં શિલાજીત સાથે લેવાથી વધુ લાભ કરે છે.
ઔષધિ પ્રયોગ :