ગ્રહોની શાંતિના કાર્ય અને દેવી-દેવતાઓના હોમ-હવન સમયે હોમવામાં આવતાં હોમાત્મક દ્રવ્યો ચાર પ્રકારના લેવામાં આવે છે. તેમાં એકપણ પ્રકાર ઓછો હોય તો ફળસિધ્ધિ મળતી નથી. ચારેય પ્રકારના દ્રવ્યો હોય તો જ સંપૂર્ણ ફળ સિધ્ધિ પ્રાપ્ત થાય છે.
(૧)સુગંધીત દ્રવ્યો : કેસર, કસ્તુરી, અંબર, શ્વેતચંદન, કપુર, જાવંત્રી, જાયફળ, અગર, તગર, પાંદડી, એલાયચી.
(૨)પુષ્ટીકારક દ્રવ્યો : ગાયનું ઘી, ફળ, કંદ, અન્ન, તલ, સાલમ, મૂસળી, બદામ, કાજુ, અંજીર, જરદાલુ.
(૩) મિષ્ટ દ્રવ્યો : સાકર, છૂઆરિ, ખારેક, દ્રાક્ષ, મધ, ટોપરું દૂધ.
(૪) રોગનાશક ઔષધિઓ : ગળો, સોમવેલી, બ્રાહ્મી તથા ગ્રહો માટે નિયત ઔષધિઓ વાપરવામાં આવે છે. અગાઉ હવનમાં પ્રગટાવવા માટેનો અગ્નિ વનસ્પતિના અરણી (ક્ષૃપ) નામના લાકડાના ઘર્ષણ દ્વારા પ્રગટાવવામાં આવતો હતો. મોટા ભાગના દ્રવ્યો વનસ્પતિ કે વૃ્ક્ષોમાંથી મળે છે.
(૧) ઋતુ પ્રમાણે નીચે પ્રમાણેના વૃક્ષોનાં સમિધો(યજ્ઞમાં હોમ માટેની સામગ્રી)એટલે કે લાકડાં હોમાત્મક કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
અ.નં. ઋતુનું નામ જે વૃક્ષના સમિધો વાપરવા તેનું નામ
૧.વસંત = ખીજડો (શમી)
૨.ગ્રીષ્મ = પીપળો
૩.વર્ષા = બીલી
૪.શરદ = આંબો
૫.હેમન્ત = ખેર
૬.શિશિર = ઉંમરો (ગુલર)