ઝાડા, પેશાબને પેટના દર્દની દવા – ગળજીભી (ભોંપથરી)
પરિચય :
ગુજરાત, ભારતમાં સર્વત્ર ખડકાળ, પડતર, ભીની – છાંયાવાળી જમીનમાં ભોંયસરસા થતાં ગાયની જીભ જેવા આકારનાં પાનવાળા છોડરૂપી આ વનસ્પતિ ગળજીભી (ગોજિહ્વા, ગોજિયા) ગામડાના લોકો ભેસનું દૂધ વધારવા, તેને ખાસ ખવડાવે છે. ગરીબો તેનાં પાનની ભાજી કરે છે. જૂના છોડ ઉપર વેંતભર ઊંચાઈનો તોરો આવે છે. તેના પાન મૂળથી જ ગુચ્છા રૂપે નીકળે છે. જે ૪ થી ૭ ઇંચ લાંબા, દોઢ – બે ઈંચ પહોળા અને ચીકણા, નરમ લીલા રંગનાં થાય છે. તેની ઉપર ઘંટા આકૃતિના જરા પીળા રંગના ૨ થી ૫ જેટલા પુષ્પો થાય છે.
ગુણધર્મો :
ગળો – ગળજીભી મધુર, તીખી, કડવી; શીતળ, મધુર, વિપાકી, ગુણમાં હળવી, સ્નિગ્ધ, વાયુ તથા પિત્તશામક, જઠરાગ્નિવર્ધક, મૃદુરેચક, વાયુની ગતિ સવળી કરનાર, દાહ શાંતકર્તા, વ્રણશુદ્ધ કર્તા અને રૂઝવનાર, મગને શક્તિ દેનાર, હ્રદયને બળ દેનાર, લોહી શુદ્ધ કરનાર, બળવર્ધક અને પેશાબ જન્માવનાર છે. તે તાવ, કોઢ, મંદાગ્નિ, અજીર્ણ, ઉદાવર્ણ, કમળો, સોજા, વ્રણપાક, મુખપાક, ગાંડપણ, વાઈ, હિસ્ટીરીયા, માનસ રોગો, હ્રદયની નબળાઈ, લોહી વિકાર, આમવાત, સંધિવા, કમરની પીડા, શરદી, ખાંસી, શ્વાસ, છાતીનો દાહ, પડખાનું શૂળ, પેશાબની અલ્પતા, પ્રમેહ, પરમિયો, તરસ તથા હરસ જેવા અનેક રોગો મટાડે છે. દવા તરીકે તેનાં પાન અને પુષ્પ વપરાય છે.?
ઔષધિ પ્રયોગ :