વીર્યવર્ધક, સંતાનપ્રદ મહાવૃક્ષ – વડ
પરિચય :
હિંદુપ્રજા પીપળાની જેમ વડ (વટવૃક્ષ, બડ કા પેડ, બરગદ)ને પણ પૂજ્ય – પવિત્ર વૃક્ષ ગણે છે. ગુજરાત અને ભારતમાં વડના વૃક્ષથી પ્રાયઃ બધા પરિચિત છે. તે મંદિરોનાં પ્રાંગણમાં તથા ગામના ગોંદરે તથા માર્ગો પર છાંયો કરવા ખાસ વવાય છે. સર્વ વૃક્ષોમાં વડ ઊંચાઈ અને વિશાળ ઘેરાવામાં પ્રથમ નંબર લે છે. વડ એક દીર્ઘાયુ, ઊંચું, વિશાળ અને ૨૦ થી ૩૦ ફૂટનાં ઘેરાવાવાળો થડ ધરાવતું મહાવૃક્ષ છે. તેની પર સૂતળી જેવી જટાઓ ડાળીઓ પરથી નીકળી જમીનમાં પ્રવેશી ત્યાંથી નવા થડરૂપે ફેલાય છે. પાન ગોળાકાર ૪ થી ૮ ઈંચ લાંબા, ૨ થી ૫ ઈંચ પહોળાં, પાછળ ૪-૫ સંયુક્ત શીરાઓવાળા, થોડા કડક-ચીકણા હોય છે. તેની પર ફૂલ નથી આવતા. સીધા લખોટી કરતાં મોટા ટેટા થાય છે. વડની ડાળીઓ પરથી પીળા – લાલ રંગની દોરા જેવી જટાઓ નીકળે છે. તેનાં પાન તોડતાં ડીંટા પાસેથી ચીકણું દૂધ ટપકે છે. વડ એ ક્ષીરી (દૂધાળું) વૃક્ષ છે. વૈદકમાં તે ખૂબ ઉપયોગી છે.
ગુણધર્મો :
વડ મધુર, તૂરો, શીતળ, ભારે, ગ્રાહી (સંકોચક), વીર્ય સ્તંભક, રૂક્ષ, કફ-પિત્ત શામક, કટુવિપાક, આંતરડાને સંકોચનાર, રક્તરોધક, વર્ણ સુધારક, કાંતિવર્ધક રક્તશોધક, પીડા શામક, આંખને હિતકર, વ્રણ રૂઝવનાર અને સંતાનપ્રદ છે. તે દાહ, ગર્ભાશય-સોજો, ઝાડા, રક્તવિકાર, રક્તપિત્ત, રતવા, તૃષા, વમા, મૂર્ચ્છા, યોનિવિકાર, લોહીવા, શ્વેતપ્રદર વગેરે દર્દો મટાડે છે. તેની છાલ તૂરી, ઠંડી, પૌષ્ટિક, સ્તંભક, કફહર, તૃષાનાશક, વર્ણકારક, મૂત્રલ, રતવા, પ્રદરનાશક છે. વડનું દૂધ પીડાશામક, વ્રણરોપક કામોદ્વીપક, વીર્ય સ્ત્રાવ કે સ્વપ્ન દોષનાશક, પૌષ્ટિક, સોજા, હરસ, પરમિયો મટાડે છે. વડની જટા શીતળ, રક્તસ્ત્રાવ અટકાવનાર, રક્તશુદ્ધિકર, કામોદ્વીપક, સંતાન દાતા અને પિત્તનાં દર્દો – પેશાબ અને વીર્યનાં દર્દો મટાડનાર છે.
ઔષધિ પ્રયોગ :