ભારત અને ગુજરાતના જંગલોમાં ચિકાખાઈ (વિમલા, સાતલા/શિકાકાઈ)ના ઘણા મોટા અને કાંટાવાળા ઝાડવા થાય છે. તેની ડાળીઓ ભૂખરા અને સફેદ ધાબાવાળી હોય છે. એનાં પાંદડા ખૂબ બારીક, સામસામે સળી પર ૨૦-૨૨ની જોડમાં થાય છે. જાળીઓ પર નાના હુક જેવા કાંટા હોય છે. પાન ખાટા રેચક અને ૨ થી ૪ ઈંચ લાંબા થાય છે. ફૂલ ગોળાકાર ઉપર રેસા કે પુંકેસરવાળા હોય છે. તેની પર રેષાકાર, લંબગોળ, માંસલ અને નવી હોય ત્યારે જાડી પણ સુકાયેથી પાતળી-કરચલીવાળી, લાલ રંગની શીંગો (ફળી)થાય છે. શીંગ અરીઠા જેવા સ્વાદ અને ગુણવાળી, ખાટી, કડવી અને વધુ તીખા સ્વાદની હોય છે. દવામાં પાન તથા શીંગો ખાસ વપરાય છે.? ભારતમાં માથાના વાળની સફાઈ માટે અરીઠાની જેમ કે તેની સાથે શિકાકાઈ પણ ઘણા વર્ષોથી વપરાતી આવી છે. હવે તેનો હર્બલ શેમ્પુ અને કેશ (હેર) સોપમાં પણ ખાસ ઉપયોગ વધ્યો છે.
ગુણધર્મો : ચિકાખાઈ કે શિકાકાઈ સ્વાદે તીખી, ખાટી અને તીક્ષ્ણ છે. તે વાયુ, કફ અને સોજાનો નાશ કરે છે. પાન ખાટા અને રૂચિકર છે. તેની શીંગ (ફળી) ઉત્તેજક, કફનો નાશકર્તા, ઉલટી કરાવનાર, મળમૂત્ર સાફ લાવનાર અને માથાના વાળનો મેલ, જૂ, લિખો તથા ખોડાનો નાશ કરનાર છે. તે વાળની અરીઠાની જેમ નિર્દોષપણે સફાઈ કરવા સાથે વાળના આરોગ્યની રક્ષા કરી, તેને કાળા તથા લાંબા બનાવે છે. શિકાકાઈની શીંગોમાં અરીઠાની જેમ ફીણ પેદા કરી, વાળ, ત્વચાનો મેત તથા ચીકાશ દૂર કરવાનો ખાસ ગુણ છે. તે કફ અને પિત્તદોષ નાશક અને વાયુકારક છે. ઔષધિ પ્રયોગ :
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....