ભારતીય સંસ્‍કૃતિના મંગલપ્રતિકો…

ભારતીય સંસ્‍કૃતિના મંગલપ્રતિકો…
આપણી સંસ્‍કૃતિના કેટલાક પ્રતીકો છે. જેમાં તે એક પ્રતીકછે. ‘દીપ’.

દીપ એ અંધકારને આંબીને પ્રકાશ તરફ લઈ જનાર છે. જીવનને નકારાત્‍મક વલણ-માંથી હકારાત્‍મક તરફ લઈ જનાર છે. ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે ‘હે ઈશ્વર તું અમારું જીવન પણ આમ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જા.’
–દીપમાંની દિવેટ-તેલ એ સ્‍નેહ સાથે આત્‍મસમર્પણ કરે છે. બીજાને અજવાળું પોતે સળગી જાય છે. તે શું બતાવે છે? તમે એવું જીવન જીવો કે તમારું જીવન બીજાને પ્રકાશ આપનારું બને. મદદરૂપ બને. તમારા થકી અંધકાર દૂર થાય. તેવો ત્‍યાગનો સંદેશ લઈને આવે છે. પ્રેમની-સમર્પણની પૂંજી લઈને આવે છે. એક એક દીવો કરીને અસંખ્‍ય દીવાનું અજવાળું એકતા દર્શાવે છે. લોકો લોકો વચ્‍ચેનું સાનિધ્‍ય અને સામીપ્‍ય ઝંખતું દર્શાવે છે.
–આવું જ બીજું સુંદર ચિહ્નન છે. ઘરને આંગણે ચિતરાતો પૂજાતો સાથિયો-સ્‍વસ્તિક.

સ્‍વસ્તિક એ એક શુભચિહ્નન છે. સ્‍વસ્તિકને જોતાં જ તેમાં ગતિ દેખાય છે. તે ગતિશીલ છે. અને દક્ષિ‍ણ માર્ગે ચાલે છે. તેને ઋતુ સત્‍યમય, નીતિયુકત, શુભકારી તેમજ ઈષ્‍ટ ગણીએ છીએ. અને એટલે જ જયારે કોઈ પણ શુભકાર્ય કરીએ ત્‍યારે સાથિયો પૂરીએ છીએ. ઘણાં ઘરોમાં આજે થ સવારે ઉંબરા પૂજાય છે. સાથિયા વડે એમ કહેવાય છે કે જે ઘરમાં ઉંબરા પૂંજમય છે ત્‍યાં હંમેશા સાત્વિક લક્ષ્‍મીનો વાસ રહે છે. રિધ્ધિ-સિધ્ધિ અને સુખ, શાંતિ લાવે છે. ટૂંકમાં સાથિયા દ્રારા સત્‍યમ્-શિવમ્ સુંદરમ્ની ભાવના વ્‍યકત કરીએ છીએ. આમ જુઓ તો સ્‍વસ્તિક પ્રથમ દ્રષ્ટિએ ફકત ભૌમિતિક આકુતિ જ લાગે…પરંતુ વેદોમાં તરેનો અર્થ ખૂબ ગહન બતાવ્‍યો છે. વેદોમાં સ્‍વસ્તિકની ચાર ભૂજાઓ દ્રારા
–ચાર આશ્રમઃ
(બ્રહમચર્યાશ્રમ, ગૃહસ્‍થાશ્રમ, વાનપ્રસ્‍થાશ્રમ, સંન્‍યાસ્‍થાશ્રમ)
ચાર વર્ણઃ
(બ્રાહ્મણ, ક્ષત્રિય,વૈશ્‍ય અને શુદ્ર)
ચાર પુરુષાર્થઃ
(ધર્મ,અર્થ,કામ, મોક્ષ)
ચાર વેદઃ
(ઋગ્‍વેદ, યર્જુવેદ,સામવેદ અને અથર્વવેદ) દર્શાવવામાં આવ્‍યા છે.
–ત્રીજું પણ અર્થ સભર પ્રતીક છે ! ‘કળશ’

કળશની આકૃ‍તિ દ્રારા કે કળરને જોતાં જ ‘બ્રહ્માંડ’નો ભાવ ઉદ્દભવે છે. દરેક મંદિરની ટોચ ઉપર કળશ હોય છે. જેના દર્શન કરી મનમાં એક અહોભાવ જાગે છે. દરેક પૂજમાં પહેલાં કળશની પૂજા કરવામાં આવે છે. કળશની કેવી સુંદર કલ્‍પના છે. કળશનાં મુખમાં વિષ્‍ણુ, કંઠમાં શિવ,મૂળમાં બ્રહ્મદેવ અને મધ્‍યમાં દેવીઓનો વાસ કલ્‍પવામાં આવ્‍યો છે. જયારે પૂજા થાય છે ત્‍યારે કળશની અંદર નદીઓને આહવાન આપવામાં આવે છે. ગંગા-જમુના-ગોદાવરી-સરસ્‍વતી-નર્મદા-સિંધુ-કોરી… આ બધી નદીઓનાં આગમનથી જાણે સમગ્ર સાગર ‘કળશ’માં સમાઈ જાય છે.
–ચોથું પ્રતીક છે ‘કમળ’જેનાથી સૌ પરિચિત છીએ.



–પાંચમું પ્રતીક છે. ‘અગ્નિકુંડ’


By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors