પરિચય : નગોડ કુળની આ બહુવર્ષાયુ વનસ્પતિ (ભારંગી)ના ઝાડ ૫ થી ૮ ફુટ ઊંચા ખાસ હિમાલયની તળેટી, નેપાળ, આસામ, પશ્ચિમ ઘાટ ને દક્ષિણ ભારતમાં થાય છે. ગુજરાતમાં તેનાં મૂળ (ભારીંગમૂળ) દવા તરીકે ગાંધીને ત્યાં ખાસ વેચાય છે, તે દમ, શરદી ખાંસીની અકસીર દવા છે. તેની પર બહુ ઓછી ડાળીઓ થાય છે. પાન ૭-૮ ઈંચ લાંબા, લંબગોળ અને ૧-૨ ઈંચ પહોળાં મહુવાનાં પાન જેવા અણીદાર, લૂખા અને ઉપલા ભાગે કાળા ધાબાયુક્ત થાય છે. તેની પર મંજરીરૂપે ગુચ્છામાં સુંદર બે શાખા પર પુષ્પો પ્યાલી આકારનાં થાય છે. તેની પર કડક, પાક્યેથી નારંગી રંગના, જરા રસદાર ને ગોળ ફળ થાય છે. તેનાં મૂળ ગાંઠવાળા હોય છે. દવામાં આ મૂળ વધુ વપરાય છે.
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....