દેશ અને દુનિયાના સામાન્ય માનવીએ એવી ચિકિત્સા પદ્ધતિ અપનાવવી જોઈએ કે જેમાં એક રૂપિયાનો પણ ખર્ચ કર્યા વગર તમામ આરોગ્ય પ્રાપ્ત કરી શકાય. અને આ પદ્ધતિ યોગ સિવાય બીજો કોઈ પણ નથી. પતંજલિ યોગપીઠ યોગ અને આયુર્વેદના અદ્દભુત સંગમ છે. જેઓ આર્થિક કારણોસર એલોપથીનો મોંઘો ઉપચાર મેળવી શકતા નથી તેઓને પણ યોગના માર્ગે સરળ, સહજ, પ્રામાણિક અને વૈજ્ઞાનિક ઉપચાર મળે છે. યોગ વિજ્ઞાન થી સંપૂર્ણ શરીરની ચિકિત્સા થાય છે. યોગના અભ્યાસથી આત્મા, મન અને ઇન્દ્રિયોને પ્રસન્નતા અને આરોગ્ય મળે છે.