* પંખીઓ એમના પગથી જાળમાં સપડાય છે જયારે માણસો વિચારોથી સપડાય છે.
* જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક લાગે છે ,પરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ તેનો થાક લાગતો નથી.
* વ્યક્તિની પોતાની હિંમતના પ્રમાણમાં જ તેનો વિકાસ થાય છે.
* કાટ ખાઈને મરવું તેના કરતાં ઘસાઈને મરવું સારૂ.
* આપણા આત્માની પ્રગતિ એ આપણી પ્રગતિનો આત્મા છે.
* જેણે મન જીત્યું છે તેણે જગતને જીત્યું છે .
* જયારે આપણે કોઈ કામ કરવાની ઈચ્છા રાખીએ છીએ ત્યારે શક્તિ એની મેળે જ આવી જાય છે.
* પોતાનામાં એટલે કે પોતાની શક્તિમાં શ્રદ્ધા એનું નામ જ ટેલેન્ટ
* સફળતાની કોઈપણ ચાવી તમે પોતે એ કાર્ય ન કરો ત્યાં સુધી હાથમાં આવતી નથી.
* બે ધર્મો વચ્ચે ક્યારેય ઝગડો થતો નથી , જે ઝગડો થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે.
* ટેન્સન એજ માં ટેન્સન કઈ દિશામાં આપવું જોઈએ તે જે જાણી લે તેને જ સફળતા મળે.
* મોતી જો પામવા હોય તો દરીયામાં ડૂબકી જ મારવાની હોય, પછી તરવાનું નહી.
* સ્વાર્થ હોય ત્યારે માણસો પોતાનું સ્વમાન નેવે મૂકી દે છે.
* જિંદગીપણ એ ગમે ત્યારે પૂરું થઇ જનારું ભ્રામક સપનું માત્ર છે , એનું ભાન આપણને કયારે થશે ?
* મૌન પારસમણી છે ,જેને એનો સ્પર્શ થાય છે તે ખરેખર સુવર્ણ બની જાય છે.