અખા
\”ગુજરાતી સાહિત્યક\”
અખા ભગત
નામઃ
ઉપનામઃ
જન્મ:૧૭મી સદીમાં થઈ ગયેલ.(ગુજરાતી ભાષાના પ્રાચીન કવિઓ પૈકિના એક)
(આશરે ૧૫૯૧ થી ૧૬૫૬)
વિશેષઃ
* સલ્તનતી સમયગાળામાં ગુજરાતીનાં ત્રણ મોટા સાહિત્યકારોમાં અખાની ગણના થાય છે. અખાએ જેતલપુરથી આવીને અમદાવાદમાં વસવાટ કર્યો હતો.
* આજે પણ ખાડિયાની દેસાઇની પોળનું એક મકાન \”અખાના ઓરડા\” તરીકે ઓળખાય છે,
વ્યવસાયઃ શરુઆતમાં સોનીનો વ્યવસાયઃ
* માનેલી ધર્મની બહેને તેમની સાથે વિશ્વાસઘાત કરતાં તેમનો સમાજ પરથી વિશ્વાસ ઉઠી ગયો. તેમણે એક ગુરૂનું શરણ લીધું. પણ જ્યારે અખા ભગતને ખબર પડી કે તે ગુરૂ પણ ઢોંગી છે, ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે સમાજમાં બધીજ જગ્યાએ ઢોંગ અને અસત્ય ચાલે છે.
* અખાના છપ્પામાં સમાજમાં રહેલા આડંબર પ્રત્યેનો તિરસ્કાર જોવા મળે છે. \”એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ\” જેવા છપ્પાઓમાં અખા ભગતે ધર્મને નામે ચાલતી અંધશ્રદ્ધાને પોતાની ચાબખા જેવી વાણીના સપાટામાં લીધેલી જોવા મળે છે
રચનાઃ
* પંચીકરણ
* અખેગીતા
* ચિત્ત વિચાર સંવાદ
* ગુરૂ શિષ્ય સંવાદ
* અનુભવ બિંદુ
* બ્રહ્મલીલા
* કૈવલ્યગીતા
* સંતપ્રિયા
* અખાના છપ્પા
* અખાના પદ
* અખાજીના સોરઠા
અખાના છપ્પા(શ્થુળદોષ અંગ)
દોષ ન જોઇશ કેના ભૂર,તો હરિ દેખીશ બૌ ભરપૂર;
મેલી આંખે ક્યમ દીસે વસ્ત,જેણે જોયાં આમિષ ને અસ્ત;
અખા તોજ દીસે આતમા,જો નાવે રસના તાસમાં
પુરુષાકાર પૂરણબ્રહ્મ,જેણે સમજ્યો મુળગો મર્મ;
કર્મવાક્ય જીવબુદ્ધિ ગાય,સ્વયં વિના સિદ્ધાંત ન થાય;
નિજનું જ્ઞાન નિજરૂપે હોય,પાલો અખા જેમ થાયે તોય.
અણલિંગી હરિજનની કળા,કર્મ ન બાંધે આઘી બલા;
અહંતાપોત વિના નોહે ભાત્ય,દિવસ વિના તે શેની રાત;
લૌકિક લેખું રહે લોકમાં,અખા જીત નહિ ફોકફોકમાં.
હરિજન સ્વેં હરિ નહિ માનવી,જેમ સરિતામાં ભળી જાહ્નવી;
તેની નિંદા કરતાં ક્રૂર,નિજ આતમથી પડશે દૂર;
હરિજન સર્વાંગે હરિવડે,અખા વેલો તાણ્યો આવે થડે.
પૂરણતામાં સર્વે સમાય,નદીવડે સાગર ન ભરાય;
જેમ દાવાનળ બાળે સર્વ,તેમ જ્ઞાનદોષ દહે સર્વ;
દેહવિકાર હરિજનને કશા,અખા જેહની મોટી દશા.
દંભભક્તિ અંગ
જેવી શાસ્ત્ર સંત વાણી વદે, તેવું નરને આવે હ્રદે;
હું મમતા દેહ જો ઓળખાય, સર્વાવાસ હરિ ત્યારે જણાય;
સચરાચર જાણ્યા વિણ હરિ, અખા દ્રોહબુદ્ધી જ્યાં ત્યાં કરી.
જ્ઞાનવિના ભક્તિ નવ થાય, જેમ ચક્ષુહીણો જ્યાં ત્યાં અથડાય;
તે માટે જ્ઞાની ગુરુ કરો, હરિ દેખાડે સભરો ભર્યો;
ગુરુજ અખા નવ જાણે રામ, તે શિષ્યને શું આપે નામ.
જોતાં વિચારી સ્વે નિજધામ, ઉપાધ્ય આવવાનો તું ઠામ;
આવી અચાનક ઉઠી બલા, સુખી દુઃખી નર ભુંડા ભલા;
પંડિત જાણ થાપે જીવ કર્મ, અખે માયાનો પ્રીછ્યો મર્મ.
નિજ શક્તિયે કર્યું આકાશ, તત્વે તત્વ હવો પરકાશ;
અંશે અંશ ભૂતિક પિંડ થયા, સત્તાબળ વડે ચાલી ગયા;
જેમ ખડક્યાં પાત્ર અગ્નિથી ઉષ્ણ, એમ અખા બળ વ્યાપ્યું વિષ્ણુ.
પાત્ર માત્રમાં હોય વરાળ, પિંડ શાથે હોય મનની જાળ;
મનને જોઇએ સર્વે વિષય, પણ મૂળ અગ્નિને નવ લખેય;
વિષયને મન તે આ સંસાર, અખે એવી વિધ્યે કાઢ્યો પાર.
મુજ જોતાં એ મન સુખી દુઃખી, પણ મનાતીત ન શકે પારખી;
મનના માર્યા જાએ એહ, એમ સમજણ નહિ સમજે તેહ;
ચૌદ લોકરૂપે મન થયું, અખા મનાતીત જેમનું તેમ રહ્યું.
પ્રપંચપાર પરમેશ્વર રહે, કાં ગુણનાં કૃતને સાચાં કહે;
ગુણ તે જાય મરે અવતરે, તેને સત્ય જાણે તે ફેરા ફરે;
ગુણપારે જેનો અધ્યાસ, અખા તે નોહે સ્વામી દાસ.
અખે જગતથી અવળું કર્યું, જીવત મૂકી મૃતક આદર્યું;
મૃતક સમું મીઠું કાંઇ નથી, સારમાંથી સાર કાઢ્યું મથી;
પ્રત્યક્ષ પરોક્ષ જીવતાને ભય, પણ અખા મુવો તે નિરભય.
રામનામ પ્રીછે ગુણ ઘણો, જેમ અમૃતમાં ગુણ પીધાતણો;
વણ સમજ્યો સુડો નિત્ય કહે, રામ કંઠ પંજરમાં રહે;
ક્યાં પૂજ્યો ગાયો પરીક્ષિતે, અખા મુક્તિ પામ્યો પ્રીછતે.