ગગનચુક્કી વોટરફોલ્સ’ માંડ્યા’કર્ણાટક-ભારતના સૌથી સુંદર ધોધ
ભારતના સૌથી સુંદર ધોધ તમને મંત્રમુગ્ધ કરી દેશે
ફરવાનો દરેક શોખીન એક વાત સાથે સહેમત થશે કે પ્રાકૃતિક સુંદરતાથી વિશેષ કશું જ નથી હોતું. પહાડો અને જંગલો સાથે એમાં ધોધ હોય છે જે એની સુંદરતા વધારી દે છે. જ્યાં જ્યાં ધોધ હોય ત્યાં ત્યાં સુંદરતા હોય છે. ધોધ આગળ નાચવું, માજા કરવી એ બધું જ આપણને ખુબજ આકર્ષિત કરે છે. ભારતમાં પણ આવા કેટલાય ધોધ છે જે તમને રોમાંચિત કરી દેશે.
કર્ણાટકના માન્ડ્યામાં આવેલ આ ધોધની પૂર્વ શાખાને બરાચુક્કી અને પશ્ચિમ શાખાને ગગનચુક્કી કહે છે. અને બંને સાથે મળીને શિવનાસમુદ્ર તરીકે જાણીતા છે. ગગનચુક્કી વોટરફોલ્સની ઉંચાઈ 98 મીટર છે અને અહીંયા 1905 માં એશિયાનું સૌથી પહેલું હાઈડ્રો પ્લાન્ટ સ્થાપિત કરાયેલું. આ વોટરફોલ્સ બેગ્લોરથી 139 કિમી અને મૈસુરથી 60 કિમી દૂર છે.
કર્ણાટકમાં બેંગ્લોરથી ૧૫૦ કિમી દૂર આવેલું શિવ સમુદ્રમ્ નજીકમાં લગભગ બારે માસ પડતા ધોધ અને લીલોતરીથી આચ્છાદિત જગ્યાને કારણે ખૂબ પ્રખ્યાત છે અને રજાના દિવસે તો ખૂબ ભીડ રહે છે. નજીકમાં જ વૈજનાથેશ્વર નામનું પ્રાચીન દક્ષિણી શૈલીનું મંદિર, રેતીમાં નિશ્ચિત પથ પર ચાલીને જવાનું પાતાલેશ્વર, ગગનચુક્કી, બારાચુક્કી વગેરે ધોધ આવેલાં છે.
બેંગલોરથી જતાં રસ્તે રામનગર ગામ આવે છે. જ્યાં શોલે ફિલ્મથી પ્રખ્યાત થયેલુ સ્થળ રામગઢ આવેલ છે. જ્યાં ગબ્બરર્સિહને બેઠેલો ફિલ્મમાં દેખાડ્યો હતો એ ટેકરી હાઇવે પરથી દૂરથી દેખાય છે.રામનગર ગામની વચ્ચેથી પસાર થઈએ એટલે હારબંધ દુકાનોમાં સિલ્કની સાડીઓ, શાલ, વસ્ત્રો, ધોતી ઉપરાંત સિલ્ક યાર્નનાં રીલ, રેશમના કોશેટા પણ વેંચાતા દેખાય છે. એક જગ્યાએ તો રેશમના કીડા પણ વેચાતા જાેયા. આગળ જતાં એ જ રસ્તે ચેનપટ્ટમ નામનું ટાઉન આવે છે જે લાકડાંનાં રંગબેરંગી અને ટકાઉ રમકડાં માટે પ્રખ્યાત છે. એ રમકડાંના કલર્સ એકદમ બ્રાઇટ, ધ્યાનાકર્ષક હોય છે. આ રમકડા દેખાવે સુંદર અને હસ્તકલાની બનાવટના હોવાથી નુકસાન કરતા નથી.
સરસ રેસ્ટોરાં જાેયું અને ત્યાં સરસ દક્ષિણી નાસ્તો કર્યો. એ શિવ સમુદ્રમ્ જતાં છેલ્લું નાસ્તા પાણી માટેનું વિશ્રામસ્થાન છે. મોટી ઈડલી અને સ્વાદિષ્ટ દક્ષિણી વાનગીઓ માણી. શિવ સમુદ્રમ્નો દૂરથી પણ વિશાળ, ધીમો ગર્જતો, દૂધની ધારા જેવો ધોધ જાેઈ અમે ગગનચુક્કી આવ્યાં. ત્યાં નજીકમાં કાવેરી નદીનો રીતસરનો બીચ છે અને ઝડપથી વહેતું પાણી હોવા છતાં કાંઠા નજીક રહી લોકો સ્નાન પણ કરે છે.. નજીકમાં તલક્કડુ નામનાં ગામમાં સ્ટીલના ગ્લાસમાંથી વાટકામાં રેડી પીવાતી તૂરા સ્વાદવાળી દક્ષિણી કોફીની મઝા પણ માણી.
. ગગનચુક્કીથી વળતાં ગ્રામ્ય કર્ણાટકમાંથી પસાર થતાં પીળાં સોનેરી નારિયેળ, સોપારી અને નારિયેળી સાથે ફણસ જેવી ચીજાેનાં ખેતરો પણ જાેયાં. અણીદાર અને નાનાં શિંગડાંવાળી ત્યાંની ગાયો અને બેઠા ઘાટનાં, ખાસ્સા એવા ઢાળવાળાં છાપરાં પણ જાેયાં.