ઉગ્યો વિક્રમ ઉજ્જૈનમાં , હલકાંને વીર હાંકતો
ચાલુ કરતો સંવતને , નવરત્નો નેણે રાખતો
અરબ સુધી કે અજયમા , તેવુ શાસ્ત્રોમાં તણાય છે
ભૂપતી ભારે ભારતનો , વિશ્વ આખે વખણાય છે
આદર હતો યયાતિનો , ચંદ્રવંશમા શોભતો
પ્રતાપી જે રાખે પહેલા , સિકંદરને થોભતો
પુરૂવંશ દઈ પંથકમાં, યદુવંશમા ઘણાય છે
ભૂપતી ભારે ભારતનો , વિશ્વ આખે વખણાય છે
ધરમી માળવે ધારમા , ધરામા હતી ધાક ને
ભોજને કવિ પુરો ભણીએ , પરમાર એની શાખ ને
ચોર્યાસી ગ્રંથ રચતો શૂરો , ભૂમિ પરે એ ભણાય છે
ભૂપતી ભારે ભારતનો , વિશ્વ આખે વખણાય છે
કુંભા રાણાની કિર્તીને , વિજયી સ્તંભ દર્શાય છે
બત્રીસ ગઢ બંધાવનારો , શૂરા મા ચર્ચાય છે
મોગલો ને દિધી માત ને , મેવાડ દ્વારે મણાય છે
ભૂપતી ભારે ભારતનો , વિશ્વ આખે વખણાય છે
અજય મેરૂમા અડાભીડ એ , સોમેશ્વરને સાંપડ્યો
દરબાર બેઠો એ દિલ્હીને , ગોરી સામે આખડયો
ભુંહયો વેરીને ભેદથી , હાથે એ પૃથ્વી હણાય છે
ભૂપતી ભારે ભારતનો , વિશ્વ આખે વખણાય છે
શિવાને તલવાર સંગમાં , વેરને ઝાટકે વાઢતો,
આંતરડા અફજલના , ક્રોધે વાધ થી કાઢતો
કટ્ટર હિન્દવી પુરો કહે , ગૌરવ હરોળમાં ગણાય છે
ભૂપતી ભારે ભારતનો , વિશ્વ આખે વખણાય છે
કુંભલે જયવંતાકુખે , ઉદય ને ઉદય થયો
એક્લો ભમી વનમાં ઉંધી , નામર્દોને એ ના સહયો
અકબરને નો રે આધીનમાં , સ્વમાનમાં ચર્ચાય છે
ભૂપતી ભારે ભારતનો , વિશ્વ આખે વખણાય છે
અજય સંભાજી ઉગ્યો , સાઈબાઈ શિવાજી આંગણે
પોર્ટુને કરતો પરાસ્તને , હાથે એ મોગલો હણે
નીચે મસ્તક નમયુ નહિ , દાડા સોળે દંડાય છે
ભૂપતી ભારે ભારતનો , વિશ્વ આખે વખણાય છે
રાવ થયો રેવાડીમા , કુંવરબાઈ આહિર કૂખે
કરી સહાય ક્રાંતિઓને , જે ગોરા ને ના ઝૂકે
વિશ્વ ફર્યો કાજ વતને , કાબુલે કાયા કમાય છે
ભૂપતી ભારે ભારતનો , વિશ્વ આખે વખણાય છે
ભીડ પડયે આ ભોમને , ધરમી કરમા તેગ ધરે
હાંકલો દેતા હજારને , જુવાનમા અંગાર જરે
ભૂપત કહે ભાગોળ ને , ભરી સભામાં ભણાય છે
ભૂપતી ભારે ભારતનો , વિશ્વ આખે વખણાય છે
રચના : આહિર ભૂપત ભાઈ જળુ
ગામ : નવાગામ સરધાર તાલુકો રાજકોટ