નૈનિતાલ-ઉત્તરાખંડ -ભારતના પ્રસિદ્ધ હિલ સ્ટેશન
નૌનિતાલ એ પર્વતની ખીણના ઢોળાવ પર પેરના આકારના તળાવની આસપાસ વસેલું છે નૈનિતાલ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પર્વતીય ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ઉત્તરાખંડ રાજ્યના નૈનિતાલ જિલ્લામાં આવેલું છે. નૈનિતાલ નૈનિતાલ જિલ્લા નું મુખ્ય મથક છે.
ભારતીય પુરાણ કથાઓમાં પણ નૈનિતાલનો ઉલ્લેખ મળી આવે છે અત્રિ, પુલસ્ત્ય અને પુલાહ નામના ઋષિઓ આ સ્થળે આવ્યાં, જ્યારે શિવજી દેવીના ક્ષતિગ્રસ્ત શરીરના અંગો ને લઈ જતાં હતાં. જ્યાં સતીની આંખો (નયન) જયા પડી તે સ્થાન એ નૈનિતાલ અર્થાત આંખનુમ્ તલાવ.
૧૮૮૦માં નાશ પામેલ નૈના દેવી મંદિરને ફરી બાંધવામાં આવ્યું હતું. આ મંદિર તળાની ઉત્તરીય સીમા પર આવેલું છે. આ મંદિરના અધિષ્ઠ દેવી છે મા નૈના દેવી જેમને બે નેત્રો દ્વાર બતાવાયા છે. તેમની બાજુમાં કાળી માતા અને ગણેશજી છે.
નૈનિતાલ ની આસપાસ જોવાલાયક અન્ય સ્થળૉ સેંટ જોહ્ન ઈન વાઈલ્ડરનેસ ચર્ચ,રાજ ભવન ( ગવર્નર હાઊસ),સ્નો વ્યુ ,નૈના શિખર ને ચિના કે ચીના શિખર,ટિફીન ટોપ કે ડોરોથીઝ સીટ ,ગર્ની હાઉસ જેવા પણા જોવાલાયક છે