યુમથાંગ વેલી-સિક્કિમ-ભારતના શ્રેષ્ઠ પ્રકૃતિના સ્થળો
સિક્કિમની મુલાકાત લેવા માટે ઉનાળો શ્રેષ્ઠ મોસમ છે. જો કે અહીં એવી ઘણી જગ્યાઓ છે જે જોવા લાયક છે, પરંતુ એક જગ્યા એવી છે જેને જોયા વિના અહીંની સફર અધૂરી છે અને તે છે યુમથાંગ વેલી. જેને વેલી ઓફ ફ્લાવર્સ પણ કહેવામાં આવે છે. ફેબ્રુઆરીથી જૂન સુધી આ ઘાટી ફૂલોથી ઢંકાયેલી રહે છે.સિક્કિમમાં એક ખૂબ જ સુંદર જગ્યા છે જ્યાં તમને સ્વર્ગ જેવું લાગે છે, જેનું નામ યુમથાંગ વેલી છે. સિક્કિમની રાજધાની ગંગટોકથી લગભગ 140 કિમી ઉત્તરમાં યુમથાંગ વેલી સ્થિત છે. જેને “વેલી ઓફ ફ્લાવર્સ” તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યાં તમે આવીને અનેક પ્રકારના સુંદર ફૂલો જોઈ શકો છો. જો તમે સિક્કિમની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો આ સ્થળ જોવાનું બિલકુલ ચૂકશો નહીં. 3,564 મીટરની ઉંચાઈ પર સ્થિત આ વેલી સાહસ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે શ્રેષ્ઠ સ્થળ છે.
ટીમાં રોડોડેન્ડ્રોન ફૂલો (રાજ્ય ફૂલ)ની 24 થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે, જે ફેબ્રુઆરીથી જૂન સુધી ખીલે છે. આ ઘાટીમાં ઘણાં ગરમ ઝરણાં પણ છે, જે ત્વચા સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓને દૂર કરે છે.યુમથાંગ વેલીની મુલાકાત લેવા માટે ખાસ પરમિટની જરૂર પડે છે, તેથી અહીં જતા પહેલા ચોક્કસ પરમિટ લઈ લેવી
યુમથાંગ વેલી ગંગટોકથી લગભગ 150 કિલોમીટરના અંતરે સ્થિત છે. અહીં પહોંચવા માટે રોડ રૂટ શ્રેષ્ઠ વિકલ્પ છે. યુમથાંગ વેલી જવા માટે ગંગટોકથી લાચુંગ અને ત્યાંથી યુમથાંગ પહોંચો. લાચુંગથી યુમથાંગ પહોંચવામાં લગભગ 50 મિનિટ લાગે છે.