વેલી ઑફ ફ્લાવર્સ-ઉત્તરાખંડ-ભારતના શ્રેષ્ઠ પ્રકૃતિના સ્થળો
સમગ્ર હિમાલય પર્વતમાળા અને તળેટીમાં કુદરતી સૌંદર્ય અપરંપાર છે. વેલી ઓફ ફ્લાવર્સ હિમાલયની ગોદમાં આવેલું કાશ્મીર પૃથ્વી પરનું સ્વર્ગ કહેવાય છે અલ્પાઇન ફૂલ અને ઘાસના મેદાનો વાળા પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રસિદ્ધ છે. આ ફૂલોની આ ખીણમાં કુદરતી સૌંદર્યનો ખજાનો છે.
હિમાલયના ઢોળાવ પર આવેલી આ ફૂલોની ખીણ ત્રણ વિભાગમાં વહેંચાયેલી છે. ૩૨૦૦ થી ૩૫૦૦ મીટરની ઊંચાઈએ, ૩૫૦૦થી ૩૭૦૦ મીટરની ઊંચાઈએ અને ૩૭૦૦ કરતાં વધુ ઊંચાઈએ એમ ત્રણ સ્તરમાં વિવિધ પ્રકારના વૃક્ષો અને ફૂલછોડ ઊગે છે. કેટલાંક ફૂલો તો વિશ્વમાં ક્યાંય જોવા ન મળે તેવા છે. આ ખીણમાં ૬૦૦ જેટલાં ફૂલો તેના તેજાબી રંગો અને મનમોહક આકાર માટે જાણીતા છે. આ ખીણમાં નવી જાતના ૫૮ ફૂલછોડ પણ મળી આવ્યા છે. ગલગોટા, ડેઝી, ઓર્ચીડસ, પોપીઝ, પ્રીપુલાસા જેવા નામ ધરાવતા અલભ્ય ફૂલો આ ખીણમાં જોવા મળે. વિશ્વભરમાં ભાગ્યે જ જોવા મળતું બ્રહ્મકમળ આ ખીણમાં થાય છે ફૂલોની ખીણમાં વનસ્પતિના વૈવિધ્યની સાથે ૧૩ જાતના વિશિષ્ટ પ્રાણીઓ, ૧૧૪ જાતના સુંદર પક્ષીઓ માત્ર અહીં જ જોવા મળે છે. બરફમાં રહેનારા દીપડો, ઊડતી ખિસકોલી, લાલ શિયાળ અને હિમાલયના હરણ અહીંની વિશેષતા છે. પાંચ હજાર ચોરસ કિલોમીટર કરતાં વધુ વિસ્તારમાં ફેલાયેલો આ નેશનલ પાર્કમાં નાના મોટા ઝરણાં, ધોધ, નદીઓ ખડકો સૌંદર્યથી ભરપુર જોવા મળૅ છે વેલી ઓફ ફ્લાવર્સ ઉચ્ચ હિમાલય પર આવેલ ખીણ છે. પ્રસિદ્ધ પર્વતારોહકૢ વનસ્પતિશાસ્ત્રીઓ અને હિંદુ પુરાણોએ આની સુંદરતા વર્ણવી છે વેલી ઓફ ફ્લાવર્સ માં વિવિધ રંગે ખીલી ઉઠેલ ફૂલોને લીધે લાગે છે જાણે પ્રકૃતિએ રંગોનો છંટકાવ કરેલ હોય. ૧૯૮૨માં તેને રાષ્ટ્રીય ઉધ્યાન ઘોષીત કરવામાં આવ્યું અને હવે તે વિશ્વ ધરોહર સ્થળ છે આ ક્ષેત્ર હિમાલયની ઝાસ્કર પર્વતમાળામાં આવેલ છે. આ રાષ્ટ્રીય ઉધ્યાનનું સૌથી ઉંચુ સ્થાન ગૌરી પર્વત છે જેની ઉંચાઈ સમુદ્ર સપાટી થી ૬૭૧૯મી છે
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ વેલી ઓફ ફ્લાવર્સ ટ્રેક 1 જૂનથી પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે. વેલી ઓફ ફ્લાવર્સ ટ્રેક તેના ફૂલો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.અહીં રંગબેરંગી ફૂલોની 500 થી વધુ પ્રજાતિઓ ખીલે છે વેલી ઓફ ફ્લાવર્સ 30 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે ખુલ્લી રહેશે
વેલી ઓફ ફ્લાવર્સ ચમોલી જિલ્લામાં આવેલી છે. જે લગભગ 3 કિલોમીટર લાંબો અને લગભગ અડધો કિલોમીટર પહોળો છે. આ સુંદર સ્થળની મુલાકાત લેવા માટે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના શ્રેષ્ઠ છે. જો તમે ચારધામ યાત્રા પર આવી રહ્યા છો તો બદ્રીનાથ ધામ જતા પહેલા તમે વેલી ઓફ ફ્લાવર્સ જોઈ શકો છો.