જ્ઞાનીઓ પરમાત્મા માટે ‘નેતિ,”નેતિ’ કહે છે,એટલે શું ? * વ્યાપકતાના કેન્દ્રનું જ્ઞાન નથી એટલે એમ કહે છે. * એનો અર્થ એ છે કે અનુભવના વર્ણનમાં વાણી અધુરી પડે છે. * દશ્ય માત્ર રહે ત્યાં સુધી ‘આ નહિ;,;આ નહી’ એમ કહેવું પડશે. એકલો દષ્ટા જ રહેશે અને ‘દશ્ય’જેવું કાંઈ નહી રહે પછી ‘નેતિ,”નેતિ’ કહેવાનું નહી રહે. * કોઈ અનુભવના રહે,કોઈ દર્શન ન રહે,વસ્તુ-પદાર્થમાત્ર ન રહે, માત્ર જોનાર જ રહે મ્પછી શું વ્યક્ત કરવાનું રહે?
મનને અથવા જીવને રોજ શું કહેવું જરૂરી છે? * અનિવાર્ય હોય તેટલી જ વાણી બોલવી,પ્રિય અને સત્ય વાણી બોલવી. * અહી બધુ ક્ષણભંગુર છે એમ સમજી વ્યવહાર કરવો. * ભોગ ભોગવવાની વૃતિ ન રાખવી. * સ્વાર્થને બદલે પરોપકારનો વિચાર કરવો. * આડઆવળા ના જવું,લક્ષ્ય ભણી જ નિરંતર ગતી કરવી. * સંસારના બદલે ભગવાનનું ચિંતન કરવું. * જે નિયમો કર્યા હોય તેને વળગી રહેવું. * કર્મભાવ ન રાખવો. * કશામાં કુદી પડવાનું નથી,તટસ્થભાવે બધું જોવાનું છે.